મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી કુવૈતના 2 દિવસના પ્રવાસ માટે રવાના, ઇન્દિરા ગાંધી પછી વડાપ્રધાન મોદીની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના કુવૈત પ્રવાસ માટે રવાના થયા છે. ચાર દાયકા કરતા વધુ સમયમાં કોઇ ભારતીય વડાપ્રધાનનો

PM મોદી કુવૈતના 2 દિવસના પ્રવાસ માટે રવાના, ઇન્દિરા ગાંધી પછી વડાપ્રધાન મોદીની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના કુવૈત પ્રવાસ માટે રવાના થયા છે. ચાર દાયકા કરતા વધુ સમયમાં કોઇ ભારતીય વડાપ્રધાનનો આ પ્રથમ કુવૈત પ્રવાસ હશે. ભારત તરફથી 43 વર્ષ પહેલા ઇન્દિરા ગાંધીએ 1981માં કુવૈતનો પ્રવાસ કર્યો હતો. 

PM મોદીએ કુવૈત પ્રવાસને લઇને કર્યું ટ્વીટ

PM મોદીએ ટ્વીટ કરતા લખ્યુ, "આજે અને આવતીકાલે, હું કુવૈતની મુલાકાત લઈશ. આ મુલાકાત કુવૈત સાથે ભારતના ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવશે. હું મહામહિમ અમીર, ક્રાઉન પ્રિન્સ અને કુવૈતના વડાપ્રધાનને મળવા આતુર છું. આજે સાંજે, હું ભારતીય સમુદાય સાથે વાતચીત કરીશ અને અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપીશ."

અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેશે PM મોદી

પ્રવાસ દરમિયાન મોદી કુવૈતના નેતાઓ સાથે ચર્ચા કરશે અને ત્યા રહેતા ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. આ પહેલા તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1981માં કુવૈતનો પ્રવાસ કર્યો હતો. ભારત, કુવૈતના મુખ્ય વેપારી ભાગીદારમાંથી એક છે અને ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. કુવૈત ભારતનો છઠ્ઠો સૌથી મોટો કાચુ તેલ પૂરુ પાડતો દેશ છે. 

આ પણ વાંચો: અમેરિકા/ એક વર્ષમાં 2,70,000 લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા, આ આંકડો ગયા વર્ષ કરતાં લગભગ બમણો 

PM મોદી બે દિવસના કુવૈતના પ્રવાસે

મોદી કુવૈતના અમીર શેખ મેશાલ-અલ-અહમદ અલ-જબર-અલ સબાહના આમંત્રણ પર કુવૈત જઇ રહ્યાં છે. અમીર સાથે મુલાકાત સિવાય પીએમ મોદી કુવૈતના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે પણ વાતચીત કરશે. આ બેઠકમાં બન્ને પક્ષોને વેપાર,રોકાણ, ઊર્જા, સંસ્કૃતિ અને લોકો વચ્ચે સંપર્ક જેવા ક્ષેત્રોમાં સંબંધોની સમીક્ષા કરવાની તક મળશે. આ એક શ્રમિક શિબિરની પણ મુલાકાત કરશે. ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કરશે તથા ગલ્ફ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ઉદ્દઘાટન સમારંભમાં પણ ભાગ લેશે.

આ સમાચાર શેર કરો