મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, CM નીતિશ કુમાર પણ રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા ક

VIDEO: ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, CM નીતિશ કુમાર પણ રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચેલા પીએમ મોદીએ સૌપ્રથમ યુનિવર્સિટીની જૂની વિરાસતને નજીકથી નિહાળી હતી. આ પછી નવા કેમ્પસમાં જઈને બોધિ વૃક્ષનું વાવેતર કરીને નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.

તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્રે હેરિટેજ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 2017માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન અવશેષો પાસે બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, 2010 દ્વારા કરવામાં આવી છે. આ અધિનિયમમાં સ્થાપના માટે 2007માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવાનો વિચાર રજૂ કરાયો હતો.

આ સમાચાર શેર કરો