મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પીએમ મોદીએ પદભાર સંભાળતા જ મંત્રીઓને આપ્યો આ કડક આદેશ

મોદી સરકાર 3.0 ની શરૂઆત કરતાં જ પીએમ મોદીએ કામકાજનો પ્રારંભ કરી દીધો છે. ત્રીજી

પીએમ મોદીએ પદભાર સંભાળતા જ મંત્રીઓને આપ્યો આ કડક આદેશ

મોદી સરકાર 3.0 ની શરૂઆત કરતાં જ પીએમ મોદીએ કામકાજનો પ્રારંભ કરી દીધો છે. ત્રીજી વખત સતત વડાપ્રધાન પદના શપથ લીધાના એક દિવસ પછી જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઇને મોટો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કિસાન સમ્માન નિધિનો હપ્તો જાહેર કરવાની ફાઇલ પર સહી કરી દીધી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂત કલ્યાણ પ્રત્યે પુરી રીતે સમર્પિત છે. આ અગાઉ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલા કેબિનેટ મંત્રીઓ તેમજ મંત્રીઓને પીએમ મોદીએ કાર્યપદ્ધતિ માટે સ્પષ્ટ સૂચના આપી છે. 

એનડીએ સરકારનું ગઠન થવાની સાથે જ નવી સરકારે કામકાજ શરૂ કરવા સાથે પીએમ મોદીએ આગામી 5 વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થામાં બનાવવા મક્કમ છે, આ માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી છે. કેબિનેટ મંત્રી બનેલા જીતન રામ માંઝીનું કહેવું છે કે પીએમ મોદીએ મંત્રીઓને કામકાજની શરૂઆતના પ્રથમ ચાર દિવસ દરમિયાન પોતાની ઓફિસ ન છોડવાનો નિર્દેશ કર્યો છે. 

નવી સરકારના મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે અઠવાડિયાના પહેલા ચાર દિવસ દરમિયાન કોઈપણ મંત્રી તેમની ઓફિસ છોડશે નહીં. માંઝીએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાને અમને બધાને ટાસ્ક આપતાં કહ્યું કે સોમવારથી ગુરુવાર સુધી કોઈપણ મંત્રીઓ પોતાનું હેડક્વાર્ટર છોડવું નહીં. પોતાના વિભાગ હસ્તકના સરકારી કામમાં વ્યસ્ત રહેવું. એ પછી તમારા સંસદીય ક્ષેત્રમાં જઈને કામ કરો. 
 
જણાવી દઈએ કે, 79 વર્ષીય જીતન રામ માંઝી મોદી કેબિનેટમાં સૌથી વધુ વરિષ્ઠ મંત્રી બન્યા છે. માંઝીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ બિહારના 23માં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)ના સંસ્થાપક અધ્યક્ષ છે. અગાઉ તેઓ નિતિશ કુમારની કેબિનેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ગયા બેઠક પરથી જીત્યા છે. અન્ય યુવા મંત્રીઓમાં ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી અને 71 મંત્રીઓએ રવિવારે શપથ લીધા હતા.

જેપી નડ્ડા 5 વર્ષ બાદ કેબિનેટમાં પરત ફર્યા

આ વખતે મોદી સરકાર 3.0માં કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પાંચ વર્ષ બાદ કેબિનેટમાં પાછા ફર્યા છે જ્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પહેલીવાર કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર મોદી કેબિનેટમાં નવો ચહેરો છે. આ સાથે મોદી કેબિનેટમાં 18 વરિષ્ઠ નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હોય. પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો, હવે નરેન્દ્ર મોદીના નામે પણ છે.

આ સમાચાર શેર કરો