મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાખડીઓથી કાંડુ ભરાઇ ગયું, બાળકો સાથે મસ્તી, તસવીરોમાં જુઓ PM મોદીએ કેવી રીતે કરી રક્ષાબંધનની ઉજવણી

આજે આખા દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે નવી દિલ્હીના સાત લોક કલ્યાણ માર્ગમાં પણ કેટલીક તસવીર સામે આવી

રાખડીઓથી કાંડુ ભરાઇ ગયું, બાળકો સાથે મસ્તી, તસવીરોમાં જુઓ PM મોદીએ કેવી રીતે કરી રક્ષાબંધનની ઉજવણી

આજે આખા દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે નવી દિલ્હીના સાત લોક કલ્યાણ માર્ગમાં પણ કેટલીક તસવીર સામે આવી છે. પ્રધાનમંત્રી આવાસમાં સ્કૂલના બાળકોએ પીએમ મોદીને રાખડી બાંધી હતી. આ દરમિયાન પીએમ મોદી પણ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના પ્રસંગે તમામ દેશવાસીઓને શુભકામના પણ પાઠવી હતી.

રક્ષાબંધનના પ્રસંગે પીએમ આવાસમાં નાના બાળકોની ભીડ જોઇ શકાય છે. આ શુભ પ્રસંગે પીએમ મોદીએ માત્ર બાળકીઓ પાસે રાખડી જ બંધાવી નહતી પણ તેમની સાથે મસ્તી પણ કરી હતી. બાળકોના ચહેરા પર ખુશી જોવા મળતી હતી.

આ સમાચાર શેર કરો