મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારત અમેરિકા ટ્રેડ ડિલ અમલીકરણની તારીખ જાહેર, પિયુષ ગોયલે આપી આ માહિતી

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ થઈ છે પરંતુ તેનો અમલ ક્યારથી થશે? આ મુદ્દે કેન્દ્

ભારત અમેરિકા ટ્રેડ ડિલ અમલીકરણની તારીખ જાહેર, પિયુષ ગોયલે આપી આ માહિતી

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ થઈ છે પરંતુ તેનો અમલ ક્યારથી થશે? આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે. તેમનું કહેવું છે કે, બંને દેશો વચ્ચે આ કરાર પર અંતિમ હસ્તાક્ષર માર્ચમાં થઈ શકે છે, આ મહિને ત્રીદિવસીય બેઠક યોજાવાની છે.

ત્રણ દિવસની બેઠક ક્યારે થશે?

સમાચાર એજન્સીએ પિયુષ ગોયલને ટાંકીને કહ્યું કે, આ વેપાર કરાર માટે કાનૂની મુસદ્દાને બંને દેશોના અધિકારીઓ વચ્ચે ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. 23 ફેબ્રુઆરી, 2026થી યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રણ દિવસની બેઠક યોજાશે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે આ કરાર માટે ફ્રેમવર્ક અને ફેક્ટશીટ્સ શેર કરવામાં આવી રહ્યા છે. પિયુષ ગોયલનું કહેવું છે કે આ વર્ષે માર્ચ મહિનામાં ભારત અમેરિકા ટ્રેડ ડિલ પર સાઈન થઈ જશે. આગામી મહિને એપ્રિલમાં તેનો અમલ થઈ શકે છે.

આ દેશો સાથે પણ સોદા અંગે થશે વાત

અમેરિકા સાથેના વેપાર કરારની સાથે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, બ્રિટન અને ઓમાન સાથે ભારતનો મુક્ત વેપાર કરાર (FTA) પણ એપ્રિલમાં અમલમાં આવી શકે છે. આ ઉપરાંત ભારતનો ન્યૂઝીલેન્ડ સાથેનો કરાર પણ આ વર્ષે સપ્ટેમ્બરમાં અમલમાં આવી શકે છે.

અમેરિકા તરફથી પણ લીલી ઝંડી મળી

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર તરફથી ભારત-અમેરિકા વેપાર કરાર અંગે સારા સમાચાર આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દ્વિપક્ષીય વેપાર કરારની જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશો આ ડિલ ઉપર સહમતિ બનવા જઈ રહી છે. હવે રાજદૂતે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.

આ સમાચાર શેર કરો