મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજા-મહારાજાઓ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર સી.આર.પાટીલનો પલટવાર, 'કોંગ્રેસની છબી થઈ ઉજાગર'

રાહુલ ગાંધીના રાજા-મહારાજા પર આપેલા નિવેદન પર સી. આર. પાટીલે આકરા પ્રહાર કરતા કહ્યું કે,

રાજા-મહારાજાઓ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર સી.આર.પાટીલનો પલટવાર, 'કોંગ્રેસની છબી થઈ ઉજાગર'

રાહુલ ગાંધીના રાજા-મહારાજા પર આપેલા નિવેદન પર સી. આર. પાટીલે આકરા પ્રહાર કરતા કહ્યું કે,  કોંગ્રેસની માનસિકતા કેટલી નબળી છે તે  છતી થઈ છે. રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે, રાજા મહારાજાઓને પણ કોંગ્રેસ શાસનમાં જે અનુભવ થયા છે, તેનાથી એ લોકો પણ કોંગ્રેસથી દૂર થયા છે.

ગુજરાતની સાથે કેટલાક અન્ય રાજ્યોમાં પણ ત્રીજા તબક્કા (Phase-3)માં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ભાજપ-કોંગ્રેસ (Congress)ના નેતા એક પછી એક રેલીઓ કરી રહ્યા છે અને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. 

શનિવારે રાહુલ ગાંધીએ કર્ણાટક (Karnataka)માં એક જનસભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા.' 

આ સમાચાર શેર કરો