ગાયના તસ્કરોને જાહેરમાં ગોળી મારો, આ રાજ્યમાં મંત્રીએ પોલીસને આપ્યા નિર્દેશ
ગાયની તસ્કરીનો મામલો દેશના મોટાભાગના રાજ્યોમાં જોવા મળે છે. સ્થાનિક વહીવટીતંત્ર પણ આની સામે કડક કાર્ય

ગાયની તસ્કરીનો મામલો દેશના મોટાભાગના રાજ્યોમાં જોવા મળે છે. સ્થાનિક વહીવટીતંત્ર પણ આની સામે કડક કાર્યવાહી કરે છે, પરંતુ તેમ છતાં તસ્કરો બેખોફ બનીને કાયદો પોતાના હાથમાં લે છે. હવે કર્ણાટક સરકાર આ અંગે એક્શન મોડમાં આવી ગઈ છે. ગાયોની ચોરી કરનારાઓને જાહેરમાં ગોળી મારી દેવામાં આવશે.
હકીકતમાં, ઉત્તર કન્નડ જિલ્લામાં ગાય ચોરીની ઘટનાઓ વચ્ચે જિલ્લાના પ્રભારી મંત્રી મંકલ એસ વૈદ્યે ચેતવણી આપી છે કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને જાહેરમાં ગોળી મારી દેવામાં આવશે.
આપણે ગાયની પૂજા કરીએ છીએ. આપણે ગાયને પ્રેમથી ઉછેરીએ છીએ. આપણે તેનું દૂધ પીને મોટા થયા છીએ.'' વૈદ્યે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે, આ ગુનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે કેટલાક કિસ્સાઓમાં ધરપકડ પણ કરવામાં આવી છે.
મંત્રી વૈદ્યએ ગર્ભવતી ગાયની હત્યા પર વાત કરી
મંત્રીએ કહ્યું કે, તેઓ જિલ્લામાં આવી ગતિવિધિઓને ચાલવા દેશે નહીં. તેમણે આશ્વાસન આપ્યું કે, વહીવટીતંત્ર ગાયોની રક્ષા માટે અને તેમના પાલકોના હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. તાજેતરમાં હોન્નાવર નજીક એક ગાભણ ગાયની હત્યા અંગેના આક્રોશને પગલે મંત્રીએ આવું નિવેદન આપ્યું છે.
કડક કાર્યવાહી કરવામાં આવશે
પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ કહ્યું કે, તેમણે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, આની પાછળ જે લોકો હોય, પછી તે કોઈ પણ હોય, તેમની વિરુદ્ધ નિર્દયી કાર્યવાહી કરવામાં આવે. મારે ન કહેવું જોઈએ પરંતુ કહી રહ્યો છું કે, જો આવી ઘટનાઓ ચાલુ રહેશે તો હું સુનિશ્ચિત કરાવીશ કે આરોપીઓને રસ્તા પર ગોળી મારી દેવામાં આવે.








