લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, સંસદના આગામી દિવસોમાં ભારે હોબાળાની શક્યતા
ભારતીય રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, વિપક્ષી લ

ભારતીય રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, વિપક્ષી લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ગંભીર વિચારણા કરી રહ્યું છે. જો આવું થશે, તો સંસદના આગામી દિવસોમાં ભારે હોબાળો જોવા મળી શકે છે.
વિપક્ષની ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી
વિપક્ષ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના અહેવાલ મુજબ વિપક્ષી નેતાઓએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. તેમનું કહેવું છે કે જો વિપક્ષને સંસદમાં બોલવાની મંજૂરી નહીં મળે તો તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
વિપક્ષનું કહેવું છે કે રાહુલ ગાંધી સાંસદોના સસ્પેન્શન અને મહિલા સાંસદો પરના આરોપો પર લોકસભામાં બોલવા માંગતા હતા. રાહુલ ગાંધી બોલવાની પરવાનગી માંગી રહ્યા હતા. લોકસભામાં વિપક્ષે હોબાળો મચાવતા સોમવારે (9 ફેબ્રુઆરી, 2026) સવારે 12 વાગ્યા સુધી સંસદ સ્થગિત કરવામાં આવી હતી.
વિપક્ષી સાંસદોએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સામે પણ કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કાર્યવાહીની માંગ કરતા કહ્યું કે મુખ્યમંત્રી તરીકે હિમંતા બિસ્વા શર્મા આવા વીડિયો બનાવે છે, જે આસામ ભાજપ પોસ્ટ કરે છે, પરંતુ તેને ડિલીટ કરવા માટે. વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.






