મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

 મુખ્ય ચૂંટણી કમિશનરની મુશ્કેલી વધશે, 'વોટ ચોરી' મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકે

બિહાર SIR માં ગેરરીતિ તેમજ વોટ ચોરીના આરોપો સાથે વિપક્ષ હવે ચીફ ઈલેક્શન કમિશનર ઓફ

 મુખ્ય ચૂંટણી કમિશનરની મુશ્કેલી વધશે, 'વોટ ચોરી' મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકે

બિહાર SIR માં ગેરરીતિ તેમજ વોટ ચોરીના આરોપો સાથે વિપક્ષ હવે ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિચારણા કરી રહ્યું છે. વિપક્ષના વિવિધ પક્ષો આ મામલે ચર્ચા કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વિપક્ષ ટૂંકસમયમાં સંસદ ગૃહમાં ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધ મહાભિયોગની નોટિસ રજૂ કરી શકે છે.

વિપક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં I.N.D.I.A ગઠબંધનના નેતાઓ આ મામલે નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, 'અમે ટૂંકસમયમાં ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ અંગે કામગીરી ચાલી રહી છે.' ઉલ્લેખનીય છે, કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસૈને આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, 'આ મામલે  પક્ષની અંદર હાલ કોઈ વિચારણા થઈ નથી. જો જરૂર પડી તો નિયમોનુસાર કોંગ્રેસ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે.'

CEC વિપક્ષને આપ્યું હતું અલ્ટીમેટમ

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર વોટ ચોરીના ઓરોપો મુદ્દે ચીફ ઈલેક્શન કમિશનરે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે વિપક્ષને અલ્ટીમેટમ આપ્યું હતું કે, 'કોંગ્રેસ નેતા પોતાના આરોપો દર્શાવતું સોગંદનામુ સાત દિવસની અંદર રજૂ કરે અથવા તો દેશ સમક્ષ પોતાના ખોટા આરોપોની માફી માગે.'

આ સમાચાર શેર કરો