ચૂંટણી પંચ અનુરાગ ઠાકુર પાસેથી સોગંદનામું કેમ નથી માંગતું, રાહુલ ગાંધીનો EC પર વળતો પ્રહાર
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોનો જવ

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, 7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માંગો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CEC પર આકરા પ્રહારો કર્યા અને તેમણે પૂછ્યું કે ચૂંટણી પંચ અનુરાગ ઠાકુર પાસેથી સોગંદનામું કેમ નથી માંગતું.
રવિવારે, ચૂંટણી પંચે બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને વિપક્ષ દ્વારા સતત ઉઠાવવામાં આવી રહેલા 'વોટ ચોરી'ના આરોપો મુદ્દે વિગતવાર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એક પછી એક પ્રશ્નોના જવાબ આપ્યા અને મત ચોરીના અને વિપક્ષના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CEC ના નિવેદન પર તેમણે પૂછ્યું કે ચૂંટણી પંચ અનુરાગ ઠાકુર પાસેથી સોગંદનામું કેમ નથી માંગતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે બિહારમાં 'મતદાર અધિકાર યાત્રા' શરૂ કરી હતી. ઘણા સમયથી લોકો શંકા કરી રહ્યા છે કે ચૂંટણીમાં છેતરપિંડી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં છેતરપિંડી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં છેતરપિંડી થઈ હતી. ભાજપને બધા નવા મતદારો મળી રહ્યા છે. જ્યારે અમે ચૂંટણી પંચને પૂછીએ છીએ, ત્યારે તેઓ કહે છે કે અમે તમને સમજાવવા માંગતા નથી. અમે સીસીટીવી ફૂટેજ આપીશું નહીં. જ્યારે અમે ઇલેક્ટ્રોનિક મતદાર યાદી માંગી ત્યારે તેમણે તે પણ આપવાનો ઇનકાર કર્યો હતો.






