મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વિપક્ષે લોકસભામાં ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ અચાનક છોડી દીધો, આ મુદ્દે કર્યા સૂત્રોચ્ચાર

લોકસભામાં બજેટ સત્રનો બીજા પાર્ટનો સોમવારે પ્રારંભ થયો. જેમાં વિપક્ષે લોકસભા અધ

લોકસભામાં બજેટ સત્રનો બીજા પાર્ટનો સોમવારે પ્રારંભ થયો. જેમાં વિપક્ષે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ અચાનક છોડી દીધો. વિપક્ષી ગઠબંધન, INDIA એ શરૂઆતમાં ફેબ્રુઆરીમાં બિરલા પર પક્ષપાતી વર્તનનો આરોપ લગાવતી નોટિસ રજૂ કરી હતી, પરંતુ સંખ્યાના અભાવે, તેઓએ રણનીતિ બદલી. તેના બદલે તેમણે ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર પર કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું. વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા જેમાં લખ્યું હતું, "મધ્ય પૂર્વ બળી રહ્યું છે, ભારતીયો ફસાયેલા છે, ક્રૂડ ઓઈલ નથી. વડાપ્રધાન મોદી પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકી જવાનો રોપ લગાવ્યો હતો. 

લોકસભા મુલતવી રાખ્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધથી ભારતના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થશે. શેરબજાર પહેલાથી જ પ્રભાવિત થઈ ચૂક્યું છે, તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેમણે માંગ કરી કે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે, કારણ કે તે જાહેર બાબત છે.

વિપક્ષે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને ગલ્ફ દેશોમાં કામ કરતા લાખો ભારતીયોની સલામતી પર ભાર મૂક્યો, જ્યાં રેમિટન્સ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ નવમા દિવસમાં પ્રવેશી ગયો છે, જેમાં બાળકો સહિત 1,200 થી વધુ લોકોના મોત થયા છે. 

આ સમાચાર શેર કરો