મત ગણતરી પહેલાં જમ્મુ કાશ્મીરમાં BJPનો મોટો ખેલ!, નોમિનેટ ધારાસભ્યો મુદ્દે LGના પ્રસ્તાવનો ખુલ્લેઆમ વિરોધ
જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગના એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાની શક્યતા દર્શાવી ર

જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગના એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાની શક્યતા દર્શાવી રહ્યા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા પસંદ કરાયેલા પાંચ સભ્યો કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. એટલા માટે જ ઉપરાજ્યપાલ દ્વારા પાંચ સભ્યોને નોમિનેટ કરવાના પ્રસ્તાવ પર વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ દ્વારા તેનો ખુલ્લેઆમ વિરોધ દર્શાવી રહ્યા છે.
ઉપરાજ્યપાલ દ્વારા આ નોમિનેટ સભ્યોની નિમણૂંક વિધાનસભાની પહેલી બેઠક પહેલા થઈ જશે. એવામાં આ નામાંકિત સભ્યોને પણ વિધાનસભામાં વિશ્વાસ મતમાં પણ વોટિંગ કરવાનો અધિકાર રહેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જે 5 સભ્યોને નોમિનેટ કરવામાં આવશે, તેમાં એક મહિલા, એક PoKમાંથી શરણાર્થી, 2 વિસ્થાપિત કાશ્મીરી અને એક અન્ય હશે. દરેક કેટેગરી માટે 5-6 નામ મોકલવામાં આવ્યા છે.
નામાંકિત સભ્યોને ચૂંટાયેલા સભ્યોની સમાન સત્તા
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે. અહીં ત્રણ તબક્કામાં થયેલા મતદાનનું પરિણામ 8 ઓક્ટોબરે આવશે. જો કે આ પહેલા લેફ્ટનન્ટ ગવર્નર પ્રશાસન દ્વારા પાંચ સભ્યોને નોમિનેટ કરવાના પ્રસ્તાવ પર વિવાદ શરૂ થયો છે.પાંચ નોમિનેટેડ એસેમ્બલી મેમ્બર્સ (ધારાસભ્યો) નવી સરકારની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. જમ્મુ અને કાશ્મીર રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટના આ સુધારા અનુસાર, જેમણે સરકારને પાંચ સભ્યોને નોમિનેટ કરવાની સત્તા આપી છે જેઓ કાશ્મીરી વિસ્થાપિત વ્યક્તિઓ અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરના લોકોનું પ્રતિનિધિત્વ કરશે. આ નોમિનેટ ધારાસભ્યોને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જેમ જ સંપૂર્ણ કાયદાકીય સત્તાઓ અને વિશેષાધિકારો પ્રાપ્ત થશે.
જમ્મુ કાશ્મીરમાં આ નવી વ્યવસ્થા મુજબ વિધાનસભામાં કુલ 95 સભ્યો હશે, જેમાં પાંચ નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. 90 ધારાસભ્યો લોકો દ્વારા ચૂંટાઈને વિધાનસભામાં જશે. જ્યારે 5 LG દ્વારા નિમણૂંક કરવામાં આવશે. અર્થાત્ નવી સરકાર બનાવવા માટે બહુમતની બેઠક મર્યાદા 46થી વધારીને 48 બેઠકો સુધી વધારી દેશે. ગૃહ મંત્રાલયની સલાહના આધારે લેફ્ટનન્ટ ગવર્નર આ સભ્યોને નોમિનેટ કરશે. આ પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 માં સુધારા પછી અમલી છે. જેમાં આ નામાંકન દાખલ કરવા માટે 26 જુલાઈ, 2023 ના રોજ વધુ સુધારો કરવામાં આવ્યો હતો.






