મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

 VIDEO: સત્રના પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, અમિત શાહ અંગે કહી આ વાત

લોકસભા સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિ

 VIDEO: સત્રના પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, અમિત શાહ અંગે કહી આ વાત

લોકસભા સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે, અમે બંધારણ પર હુમલો થવા નહીં દઈએ જે પીએમ મોદી અને અમિત શાહ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આવા હુમલા અમને સ્વિકાર્ય નથી. આ પહેલા I.N.D.I.A. ગઠબંધનના નેતાઓએ હાથમાં બંધારણની પ્રત લઈને લોકસભા સુધી માર્ચ કરી હતી. 

સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનના સાંસદોએ બંધારણની કોપી સાથે સંસદની બહાર કૂચનું આયોજન કર્યું હતું. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાઅર્જુન ખડગે પણ હાજર હતા. તેના પછી તમામ સાંસદો ગૃહમાં બંધારણની નકલ લઈને પહોંચ્યા હતા. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે બંધારણને બચાવવાના જે પ્રયાસો કર્યા તેમાં જનતા અમારી સાથે છે, પરંતુ મોદીજીએ બંધારણ તોડવાનો પ્રયાસ કર્યો. એટલા માટે આજે અમે અહીં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છીએ. અહીં ગાંધીજીની પ્રતિમા હતી અને અમે અહીં જ વિરોધ કરી રહ્યા છીએ. દરેક લોકતાંત્રિક નિયમો તોડવામાં આવી રહ્યા છે. એટલા માટે આજે અમે મોદીજીને કહી રહ્યા છીએ કે બંધારણનું પાલન કરો.

આ સમાચાર શેર કરો