મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા, છે અને રહેશે...', પોસ્ટ કર્યા બાદ JDU સત્તાવાર હેન્ડલ પરથી ઓચિંતા ડિલીટ કરી

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. હાલમાં ટ્રેન્ડમાં NDA ગઠબંધન આ

'નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા, છે અને રહેશે...', પોસ્ટ કર્યા બાદ JDU સત્તાવાર હેન્ડલ પરથી ઓચિંતા ડિલીટ કરી

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. હાલમાં ટ્રેન્ડમાં NDA ગઠબંધન આગળ- વિજય ભણી ચાલી રહ્યું છે. ફરી એકવાર નીતિશ કુમાર બિહાર માટે હુકમનો એક્કો સાબિત થયા છે. હાલમાં તેમની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) લગભગ 81 બેઠકો પર આગળ છે. આ દરમિયાન JDU એ નીતિશ કુમારના મુખ્યમંત્રી બનવા વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, પરંતુ થોડા સમય પછી પોસ્ટ ડિલીટ કરી દીધી.

નીતિશ કુમારનો ફોટો JDU ના સત્તાવાર હેન્ડલ પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, "ન ભૂતો ન ભવિષ્યતિ... નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે." અગાઉ એક સમર્થકે પટણામાં પાર્ટી મુખ્યાલયની સામે આવું જ પોસ્ટર લગાવ્યું હતું કે, "ટાઇગર અભી જિંદા હૈ..."

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર NDAની સરકાર બનવા જઈ રહી છે. ચૂંટણી પહેલાં સત્તા વિરોધી લહેર અને મહાગઠબંધન દ્વારા 'કમજોર કડી' તરીકે ચીતરાઈ ગયેલા નીતિશ કુમારે ચૂપચાપ અનોખી વ્યૂહનીતિ અપનાવીને બાજી પલટી નાખી છે. JDUએ ભાજપ કરતાં વધુ બેઠકો જીતીને સાબિત કર્યું છે કે બિહારના મતદારોનો વિશ્વાસ હજી પણ 'સુશાસન બાબુ' પર અકબંધ છે.

રોકડ ટ્રાન્સફરનો 'માસ્ટરસ્ટ્રોક'

NDAની આ જીતમાં સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલું ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર હતું. ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકારે 75 લાખ મહિલાઓના ખાતામાં સીધા 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો પ્રારંભ કર્યો હતો. લાભાર્થી મહિલાઓની સંખ્યા ઝડપથી 1 કરોડને વટાવી ગઈ. મહાગઠબંધને આ રકમને લોન કે ગ્રાન્ટ ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મતદારો પર તેની કોઈ અસર થઈ નહીં.

આ સમાચાર શેર કરો