નીતિશ કુમારે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું, 20 નવેમ્બરે નવી સરકારનો શપથ ગ્રહણ
બિહાર વિધાનસભામાં ભવ્ય જીત મેળવ્યા બાદ NDA ખુશખુશાલ છે. જ્યારે આરજેડીમાં સોપો પડી ગયો છે. તેજસ્વી યાદવને માત્ર

બિહાર વિધાનસભામાં ભવ્ય જીત મેળવ્યા બાદ NDA ખુશખુશાલ છે. જ્યારે આરજેડીમાં સોપો પડી ગયો છે. તેજસ્વી યાદવને માત્ર 26 સીટો જ મળી હતી. એનડીએએ હજુ પોતાના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી પરંતુ નીતિશ કુમારે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી દીધું છે. આગામી નવી સરકારનો 20મી નવેમ્બરે શપથ સમારોહ યોજાશે એમ પણ ભાજપના સૂત્રો જણાવે છે.
બિહાર મંત્રીમંડળની સોમવારે બેઠક યોજાઈ હતી જેમાં વિધાનસભાના વિસર્જનને મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી મળ્યા પછી 19 નવેમ્બરના રોજ વિધાનસભાનું વિસર્જન કરવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની સરકારની અંતિમ મંત્રીમંડળ બેઠક બાદ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. બિહાર ચૂંટણી પરિણામોમાં NDAના પ્રચંડ વિજય બાદ, રાજ્યમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા ઝડપી બની છે. નવી સરકાર બનાવવાની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ રહી છે.
આજે મંત્રીમંડળની બેઠકમાં રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી. નીતિશ કુમાર મંત્રી વિજય ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા. આ બેઠક સચિવાલયના કેબિનેટ હોલમાં યોજાઈ હતી, જ્યાં ઘણા વરિષ્ઠ મંત્રીઓ હાજર હતા. નીતિશ કુમાર સરકારની આ અંતિમ બેઠક હોવાથી, આભારવિધિ પણ પસાર કરવામાં આવી હતી.






