નીતિશ કુમારને NDA વિધાયક દળના નેતા તરીકે કરાયા પસંદ, 10મી વખત બનશે મુખ્યમંત્રી
નીતિશ કુમારને NDAની વિધાનસભા પક્ષના બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. NDAની બેઠકમાં સમ્રાટ ચૌધર

નીતિશ કુમારને NDAની વિધાનસભા પક્ષના બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. NDAની બેઠકમાં સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે થશે. નીતિશ કુમાર રાજ્યપાલને મળીને રાજીનામું આપી નવી સરકાર રચવા માટે દાવો પણ રજૂ કરશે.
આવતીકાલ સવારે 11:30 વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાશે. હવે મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર 10મી વખત બિહારની બાગડોર સંભાળશે.
બીજી બાજુ ભાજપની પટણામાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં બે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ ભાજપ નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાના નામને ફરી એકવાર મંજૂરી આપી દેવાઈ છે. હવે નીતિશ કુમાર બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મળીને રાજીનામું સોંપ્યું છે અને વિધાનસભાનો ભંગ કરાયો છે. હવે બિહારમાં નવા મંત્રીમંડળની રચના થશે, જે 20 નવેમ્બરે બિહારના ગાંધી મેદાનમાં શપથ લેશે. આ મુદ્દે NDAનો મેરેથોન બેઠકોનો દોર ચાલુ છે અને મંત્રીમંડળની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે.
પટણામાં NDA બેઠકમાં ચિરાગ પાસવાન પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નીતિશ કુમાર નેતા બનશે અને ફરીથી બિહારના મુખ્યમંત્રી બનશે. તેમણે ફરી એકવાર લોકોને જંગી જીત માટે અભિનંદન આપ્યા હતા.






