ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિમણૂક, બિહાર સરકારમાં મંત્રી તરીકે બજાવે છે ફરજ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકને લઈ ભાજપ હાઈકમાન્ડની બેઠકો થતી હતી, જેપી નડ્ડાના અનુગામી કોણ હશ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકને લઈ ભાજપ હાઈકમાન્ડની બેઠકો થતી હતી, જેપી નડ્ડાના અનુગામી કોણ હશે, તેણે લઈ ભાજપમાં અનેક નામોની ચર્ચા ચાલતી હતી, ત્યારે ભાજપ હાઈકમાન્ડે હાલ તો ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિમણૂક કરી છે, નીતિન નબીન હાલ બિહાર સરકારમાં મંત્રી છે.
બિહાર સરકારના મંત્રીને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ એક મોટો સંગઠનાત્મક નિર્ણય લેતા બિહાર સરકારમાં મંત્રી રહેલા નીતિન નબીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂકને બિહાર તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપની વ્યૂહાત્મક મજબૂતી તરીકે જોવામાં આવી રહી છે. પાર્ટી નેતૃત્વએ તેમના સંગઠનાત્મક અનુભવ, પાયાના સ્તરે હાજરી અને વહીવટી ક્ષમતાઓને ટાંકીને તેમને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.
નીતિન નબીન હાલમાં પટના બાંકીપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે. તેઓ વિદ્યાર્થી રાજનીતિથી લઈને સંગઠનના અલગ અલગ પદો સુધી સફર નક્કી કરી ચૂક્યા છે. તેમની ઓળખ એક શિસ્તબદ્ધ આયોજક અને ઝડપી નિર્ણય લેનારા તરીકે છે. તેમણે બિહાર ભાજપમાં અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે, જેમાં રાજ્ય સ્તરે સંગઠનને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.






