Modi 3.0 Cabinet: TDP-JDUને મોદી કેબિનેટમાં ક્યું મંત્રાલય મળશે, આજે NDAની મહત્ત્વની બેઠક
નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રવિવાર સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ ભ

નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રવિવાર સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી શપથ ગ્રહણ કરશે. સૂત્રો અનુસાર મોદી કેબિનેટમાં કેટલાક સહયોગી પક્ષોના સાંસદોને પણ સામેલ કરવામાં આવી શકે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે NDA ગઠબંધનના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રાલયોને લઇને ચર્ચા થઇ હતી. મોદી 3.0 કેબિનેટનો ચહેરો કેવો હશે તેના પર દેશની નજર છે.
સૂત્રો અનુસાર NDAના સહયોગી તેલુગુ દેશમ પાર્ટી (TDP), જનતા દળ યુનાઇટેડ (JDU) અને જનતા દળ (સેક્યુલર) સહિત અન્ય પાર્ટીઓએ ભાજપ સામે પોતાની માંગ રાખી છે. જોકે, હજુ સુધી સામે નથી આવ્યું કે ક્યા પક્ષને શું પોર્ટફોલિયો મળવા જઇ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત ત્રીજી વખત શપથ લીધા પહેલા NDAના નવા ચૂંટાયેલા સાંસદ કેબિનેટ મંત્રીઓની યાદીને અંતિમ રૂપ આપવા માટે આજે બેઠક મળશે. રવિવાર સાંજે એક ભવ્ય સમારંભમાં પીએમ મોદી અને તેમની નવી કેબિનેટના સભ્ય શપથ લેશે. તે કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહરલાલ નેહરૂ બાદ પહેલા ત્રણ વખતના વડાપ્રધાન હશે. ભાજપે 2014માં 282 બેઠક અને 2019માં 303 બેઠક જીતી હતી. આ વખતે 240 બેઠક જીતી છે પણ બહુમતના આંકડા 272થી 32 બેઠક ઓછી છે. NDA સહયોગીઓની મદદથી (ચંદ્રબાબુ નાયડુની TDPની 16 બેઠક) અને નીતિશ કુમારની JDU (12 બેઠક) બહુમતના આંકડાને પાર કરી ગઇ છે અને 293 બેઠક મેળવી છે. વિપક્ષી ગઠબંધનને 232 બેઠક મળી છે.
સંસદનું પ્રથમ સત્ર 15 જૂનથી 20 જૂન આસપાસ યોજાશે
સંસદનું પ્રથમ સત્ર 15 જૂનથી 20 જૂન આસપાસ શરૂ થઇ શકે છે. સરકાર નવા સાંસદોને શપથ ગ્રહણ કરાવ્યા બાદ બજેટ રજૂ કરી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદી 9 જૂન સાંજે સાડા સાત વાગ્યે શપથ ગ્રહણ કરવા જઇ રહ્યાં છે. એવા સમાચાર છે કે નરેન્દ્ર મોદીની સાથે NDAની અન્ય પાર્ટીઓના કેટલાક મંત્રી પણ શપથ ગ્રહણ કરી શકે છે. જોકે, હજુ સુધી આ સ્પષ્ટ થઇ શક્યુ નથી કે કઇ પાર્ટીને કેટલા મંત્રી પદ મળી શકે છે.
NDAની બેઠકમાં ભાજપે સહયોગીઓને ઓફર આપી!
સૂત્રો અનુસાર, ભાજપે આ ગઠબંધન પક્ષોને મંત્રી પરિષદનો પ્રસ્તાવ આપ્યો છે.
JDU- 3 મંત્રી પદ
JDS- 1 મંત્રી પદ
RLD- 1 મંત્રી પદ
અપના દલ- 1 મંત્રી પદ
NCP- 1 મંત્રી પદ
શિવસેના (શિંદે)- 1 મંત્રી પદ








