મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈ- ગેટવે ઑફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટને નડ્યો અકસ્માત, 13 ના મોત- 101 લોકોનો બચાવ

મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. જેમાં 13 લોક

VIDEO: મુંબઈ- ગેટવે ઑફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટને નડ્યો અકસ્માત, 13 ના મોત- 101 લોકોનો બચાવ

મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. જેમાં 13 લોકોના મોત થયા છે. બોટમાં 80 મુસાફરો સવાર હતા. આ ઘટના બપોરે 3.55 કલાકે બની હતી. અકસ્માત બાદ 101 લોકોને બચાવી લેવાયા છે. જોકે, હજુ પણ અનેક લોકો ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ, બોટ એક તેજ ગતિએ જઈ રહેલી નાની હોડી સાથે અથડાઈ હતી. જેના કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને તે ડૂબી ગઈ.

કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સંકલનથી નૌસેના તરફથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નૌસેનાની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ પાણીમાં તૈનાત છે. આ સિવાય 4 હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. 

અકસ્માત બાદ શરૂ થઈ બચાવ કામગીરી

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બોટ મુંબઈ નજીક 'એલિફન્ટા' ટાપુ તરફ જઈ રહી હતી, પરંતુ તે ઉરણ નજીક પલટી ગઈ. બોટ દુર્ઘટના બાદ નૌસેના, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જે બોટ સાથે અકસ્માત સર્જાયો તેનું નામ નીલકમલ હતું.

https://twitter.com/Dev_Fadnavis/status/1869357041497657366
 
દેવેન્દ્ર ફડણવીસે આપી માહિતી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ ઘટના વિશે માહિતી આપતા લખ્યું કે, 'સૂચના મળી કે, એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. તાત્કાલિક ધોરણે સહાય માટે નૌસેના, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમની બોટ મદદ માટે મોકલવામાં આવી છે. અમે જિલ્લા અને પોલીસ તંત્રના સતત સંપર્કમાં છીએ, સદનસીબે મોટાભાગના નાગરિકોનો આબાદ બચાવ થયો છે. જો કે બચાવ કાર્ય હજુ ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરી માટે તે તમામ સિસ્ટમને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.'

આ સમાચાર શેર કરો