લવ જિહાદનો ભોગ બની હતી મિસ ઇન્ડિયા ગેલેક્સી; ગૌમાંસ ખાવા પણ થવું પડ્યું મજબૂર
મિસ ઇન્ડિયા ગેલેક્સી 2024 રિનીમા બોરાએ પોતાના દર્દનાક અતીત અને લવ જેહાદને લઇને ખ

મિસ ઇન્ડિયા ગેલેક્સી 2024 રિનીમા બોરાએ પોતાના દર્દનાક અતીત અને લવ જેહાદને લઇને ખુલાસો કર્યો છે. મિસ ઇન્ડિયા ગેલેક્સીએ પોતાના પૂર્વ પ્રેમી દ્વારા મારપીટ અને ધમકીઓનો પણ ખુલાસો કર્યો છે.
એક પોડકાસ્ટમાં આસામની રિનીમાએ 16 વર્ષની ઉંમરમાં બેંગુલુરૂમાં અભ્યાસ દરમિયાન એક મુસ્લિમ યુવક સાથે પોતાના સંબંધ વિશે જણાવ્યું હતું. રિનીમાએ જણાવ્યું કે તેના પ્રેમી અને તેના પરિવારજનોએ તેની સાથે મારપીટ કરી હતી.
રિનીમા બોરાએ કહ્યું, "હું છેલ્લા 16 વર્ષથી દુર્વ્યવહારની પીડા સહન કરી રહી છું. મારે 16 વર્ષની ઉંમરે બેંગ્લોર જવાનું થયું.મારો પહેલો સંબંધ ત્યાંના એક મુસ્લિમ યુવક સાથે હતો. મને લાગ્યું કે તે મારી સંભાળ રાખે છે અને મારા માતા-પિતાની જેમ ઠપકો પણ આપે છે.ક્યારેક હું તેને તેના વર્તન માટે તાલિબાન કહેતી હતી, તે મને નિર્દયતાથી મારતો હતો. મને બીફ ખાવા માટે મજબૂર કરવામાં આવતી હતી, તેના માતા-પિતાએ પણ મને બીફ ખાવા માટે દબાણ કર્યું હતું. શું તમે સમજો છો? હા, તે લગભગ લવ જેહાદ છે.રિનીમાએ જણાવ્યું કે તેનું નામ રિનીમા બોરાથી બદલીને આયશા હુસૈન કરી દેવામાં આવ્યું હતું, તેમને મને નમાજ પણ પઢાવી હતી અને એસિડ ફેકવાની ધમકી પણ આપી હતી."
આ પણ વાંચો: સ્ત્રી અને પુરુષના લગ્નની ઉંમરમાં ફેરફાર રાખી કરાયો છે ભેદભાવ : હાઇકોર્ટ
આજે રિનીમા માત્ર દુર્વ્યવહારથી બચી જ નથી પણ એક પ્રેરણા પણ છે. મિસિસ ઇન્ડિયા ગેલેક્સી 2024નો ખિતાબ તેની તાકાતનું પ્રમાણ છે. રિનીમાએ કહ્યું, મિસેજ ઇન્ડિયા ગેલેક્સી 2024નો ખિતાબ જીતીને ગૌરવ અનુભવું છું. આ ખિતાબ મહિલાઓના અધિકારની હિમાયત કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. હું મિસેજ ગેલેક્સીમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે ઉત્સાહિત છું.
રિનિમાના વખાણ કરતાં, મિસિસ ઇન્ડિયા ઇન્કના નેશનલ ડિરેક્ટર મોહિની શર્માએ કહ્યું, "રિનીમાનો તાજ જીતવો એ સશક્તિકરણની ભાવના દર્શાવે છે."








