દૂધ,ઘી,પનીર સસ્તું થયું; મધર ડેરીએ ઘટાડ્યા ડેરી પ્રોડક્ટના ભાવ
સરકારની GSTમાં સુધારાની જાહેરાત બાદ મધર ડેરીએ ગ્રાહકોને રાહત આપતા દૂધના ભાવ ઘટાડ્યા છે. 22 સપ્ટેમ્બરથી નવા GST

સરકારની GSTમાં સુધારાની જાહેરાત બાદ મધર ડેરીએ ગ્રાહકોને રાહત આપતા દૂધના ભાવ ઘટાડ્યા છે. 22 સપ્ટેમ્બરથી નવા GST રેટ્સ લાગુ થવાના છે પરંતુ તેનાથી પહેલા જ કંપનીએ પોતાના પેકેજ્ડ દૂધની કિંમતોમાં 2 રૂપિયા પ્રતિ લીટર સુધી ભાવ ઘટાડ્યો છે.મધર ડેરીએ પોતાના 1 લીટર ટોંડ ટ્રેટા પેક દૂધના ભાવને 77 રૂપિયાથી ઘટાડીને 75 રુપિયા કરી દીધા છે. આ સિવાય ઘી-પનીર સહિત અન્ય વસ્તુના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે.
GSTના નવા રેટ્સ લાગુ થતા દૂધ-પનીરથી લઇને AC-TV સુધી સસ્તા થશે
સરકારે 3 સપ્ટેમ્બરે GST સુધારાની જાહેરાત કરી હતી અને તમામ જરૂરી સામાન પર લાગુ ટેક્સમાં કાપની જાણકારી શેર કરી હતી. નાણા મંત્રીએ કહ્યું હતું કે 22 સપ્ટેમ્બરથી GSTના નવા રેટ્સ લાગુ થશે અને દૂધ,પનીરથી લઇને AC-TV સુધી સસ્તા થઇ જશે. મધર ડેરીએ GSTના નવા રેટ્સ લાગુ થાય તે પહેલા જ ગ્રાહકોને રાહત આપતા દૂધની પ્રોડક્ટ્સની કિંમતો ઘટાડી દીધી છે.
મધર ડેરીના નવા માપદંડો સાથે તમામ ઉત્પાદનો પર 100% ટેક્સ લાભ ગ્રાહકોને આપવા માટે આ પગલુ ભર્યું છે.
મધર ડેરીમાં દૂધ-પનીરની નવી કિંમત
મધર ડેરી દ્વારા દૂધની કિંમતમાં કાપ બાદ નવા ભાવની વાત કરીએ તો મધર ડેરીના 1 લીટર યૂએચટી મિલ્ક (ટોંડ-ટ્રેટા પૈક)ની કિંમત 77 રૂપિયાથી ઘટીને 75 રૂપિયા કરવામાં આવી છે. 450 એમએલ પેક હવે 33 રૂપિયાની જગ્યાએ 32 રૂપિયામાં મળશે.આ સિવાય કંપનીના તમામ ફ્લેવરના મિલ્કશેકના 180 એમએલ પેકની કિંમત 30 રૂપિયાથી ઘટાડીને 28 રૂપિયા કરવામાં આવી છે.
પનીરના ભાવની વાત કરીએ તો 200 ગ્રામ પનીરનું પેકેટ હવે 95 રૂપિયાની જગ્યાએ 92 રૂપિયામાં મળશે. 400 ગ્રામ પનીરનું પેકેટ 180 રૂપિયાની જગ્યાએ 174 રૂપિયામાં મળશે. મલાઇ પનીરના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે અને 200 ગ્રામ પેક હવે 100 રૂપિયાની જગ્યાએ 97 રૂપિયામાં મળશે.








