મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પાઇલટ દીકરાના મૃત્યુનો આઘાત માતા ન કરી શકી સહન, તેરમાના દિવસે જ વિધિ દરમિયાન હાર્ટ એટેકથી થયું મોત 

કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં(Kedarnath Helicopter Accident) જીવ ગુમાવનાર

પાઇલટ દીકરાના મૃત્યુનો આઘાત માતા ન કરી શકી સહન, તેરમાના દિવસે જ વિધિ દરમિયાન હાર્ટ એટેકથી થયું મોત 

કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં(Kedarnath Helicopter Accident) જીવ ગુમાવનારા જયપુરના પાઇલટ રાજવીર સિંહ ચૌહાણના(Pilot Rajveer Singh Chauhan) પરિવાર પર ફરી એકવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.  રાજવીરના તેરમા દિવસે, તેમની માતા વિજય લક્ષ્મી ચૌહાણનું પણ અવસાન થયું. વિજય લક્ષ્મીને  તેમના નાના પુત્ર રાજવીરના તેરમાની વિધિ ચાલતી હતી તે દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થયો. આ પછી, પરિવાર તેમને હોસ્પિટલ લઈ ગયો પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

પાયલોટ રાજવીર સિંહના મિત્ર સૂરજે જણાવ્યું કે રાજવીરના મૃત્યુ પછી, પરિવાર ખૂબ રડી રહ્યો છે અને કોઈક રીતે શનિવારે તેરમાની વિધિ ચાલી રહી છતી.  રાજવીરની માતા વિજય લક્ષ્મી સવારે વહેલા ઉઠી અને બ્રાહ્મણ ભોજન માટે પોતાના હાથે ભોજન બનાવ્યું. ત્યારબાદ બિકાનેરથી કેટલાક સંબંધીઓ આવ્યા અને વિજય લક્ષ્મી તેમની સામે ભાવુક થઈ ગઈ. આ દરમિયાન, તેઓ જોરથી રડવા લાગ્યા, પછી અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાયો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. 

રાજવીરનું 15 જૂને અવસાન થયું

પડોશીઓના જણાવ્યા અનુસાર, લક્ષ્મી તેના નાના પુત્ર રાજવીરના મૃત્યુનો આઘાત સહન કરી શકી નહીં અને તેનું મૃત્યુ થયું. મોડી સાંજે ચાંદપોલ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 15 જૂનના રોજ કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા, જેમાં જયપુરના શાસ્ત્રી નગરના રહેવાસી પાયલોટ રાજવીર સિંહનો પણ સમાવેશ થાય છે.

રાજવીર સેનામાંથી લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયા હતા અને તેમની પત્ની દીપિકા ચૌહાણ હાલમાં પણ લેફ્ટનન્ટ કર્નલ છે. પુત્ર રાજવીરની અંતિમ યાત્રા દરમિયાન માતા વિજય લક્ષ્મીએ પણ 'રાજવીર અમર રહે' ના નારા લગાવ્યા હતા અને ભાવુક થઈને પુત્રના ફોટાને સ્પર્શ કર્યો હતો, પરંતુ હવે તેમણે તે જ પુત્ર સાથે દુનિયાને અલવિદા કહી દીધું છે.

આ સમાચાર શેર કરો