મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ખાનગી ફેક્ટરીમાંથી 390 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મુંબઈથી મૈસૂર સુધી ફેલાયેલા સિન્ડિકેટનો પર્દાફાશ

મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા ડ્રગ્સની હેરાફેરી મામલે મોટી

ખાનગી ફેક્ટરીમાંથી 390 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મુંબઈથી મૈસૂર સુધી ફેલાયેલા સિન્ડિકેટનો પર્દાફાશ

મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા ડ્રગ્સની હેરાફેરી મામલે મોટી સફળતા મળી છે. કર્ણાટકના મૈસુર શહેરમાં એક ગુપ્ત મેફેડ્રોન (MD) ઉત્પાદન ફેક્ટરીનો પર્દાફાશ કરતાં 192.53 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 390 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કાર્યવાહીમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

આ રીતે ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ થયો

24 એપ્રિલ 2025 ના રોજ ડ્રગ્સ વેચવા આવેલા એક વ્યક્તિ સામે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પાલઘરના કમાન ગામમાંથી 4.053 કિલો MD અને ડ્રગ્સ બનાવવા માટેના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. જેની અંદાજિત બજાર કિંમત 8.04 કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી. આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

મૈસુરથી ડ્રગ્સ ખરીદતો અને મુંબઈમાં વેચતો હતો

ડ્રગ્સના આ કારોબારમાં સલીમ ઇમ્તિયાઝ શેખ ઉર્ફે સલીમ લંગડાની 25 જુલાઈના રોજ ધરપકડ કરાઈ હતી. સલીમે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે તે કર્ણાટકના મૈસુરથી MD ડ્રગ ખરીદતો હતો. જેના આધારે પોલીસ ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને ગુપ્ત માહિતીના આધારે મૈસુર રિંગ રોડ પર સ્થિત એક ગુપ્ત ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો.

પોલીસે કર્ણાટકના મૈસુર શહેરમાં દરોડા પાડીને ગેરકાયદેસર મેફેડ્રોન ઉત્પાદન એકમનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં 192 કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજિત કિંમત આશરે 390 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાંથી પાંચ મુંબઈના રહેવાસી છે. આ કેસમાં પોલીસને શંકા છે કે, આ સિન્ડિકેટ કોઈ મોટા ડ્રગ સ્મગલિંગ રેકેટ સાથે જોડાયેલ હોઈ શકે છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો