નીતિ આયોગની બેઠક અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા મમતા બેનર્જી, સરકાર પર મુક્યો આ આરોપ
પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો. અહેવાલ છે કે મમતા બેનર્જી અધવચ્ચે મીટિંગ છોડીને બહાર નીકળી ગયા છે. એટલું જ નહીં મમતાએ આ દરમિયાન કહ્યું કે આ કેવી રીતે ચાલે? નીતિ આયોગની બેઠકમાં અમને બોલવા જ ન દેવામાં આવે તો કેવી રીતે ચાલે. સરકાર રાજ્યોને બોલવા જ દેતી નથી.
મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે મીટિંગમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. તેમને સભામાં બોલવાની તક આપવામાં આવતી નથી. આ કેવી રીતે ચાલી શકે છે?
કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે - મમતા
મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. મેં કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી. મારી અગાઉના લોકોને 10થી 20 મિનિટ બોલવા દેવામાં આવી. વિપક્ષમાંથી માત્ર હું જ આ બેઠકમાં ભાગ લઈ રહી હોવા છતાં મને બોલવા દેવામાં ન આવી. આ અપમાનજનક છે. આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે.
નીતિ આયોગની આ બેઠકનો દેશમાં વિપક્ષ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓએ બહિષ્કાર કર્યો હતો. આ તમામ મુખ્યંત્રીઓએ બજેટમાં પોતાના રાજ્યોને થયેલા ભેદભાવનો આરોપ લગાવીને નીતિ આયોગની આ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જેમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન તેમજ આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ અને દિલ્હી સરકારોનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્ખુ અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પણ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો.






