મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં મોટી દુર્ઘટના, મકાનની દિવાલ પડતા 4 બાળકોના મોત

મધ્યપ્રદેશમાં એક દુ:ખદ અકસ્માત સામે આવ્યો છે. અહીંના રીવા જિલ્લામાં

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં મોટી દુર્ઘટના, મકાનની દિવાલ પડતા 4 બાળકોના મોત

મધ્યપ્રદેશમાં એક દુ:ખદ અકસ્માત સામે આવ્યો છે. અહીંના રીવા જિલ્લામાં એક ઈમારતની દિવાલ ધરાશાયી થઈ છે. બિલ્ડીંગની દિવાલ નીચે દબાઈ જવાથી ચાર બાળકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં એક દુ:ખદ અકસ્માત સામે આવ્યો છે. અહીંના રીવા જિલ્લામાં એક ઈમારતની દિવાલ ધરાશાયી થઈ છે. બિલ્ડીંગની દિવાલ નીચે દબાઈ જવાથી ચાર બાળકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થી અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક જનપ્રતિનિધિઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ ઘટના શનિવારે બપોરે રીવા જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગઢ શહેરમાં બની હતી. આ વિદ્યાર્થીઓ ખાનગી શાળા સનરાઈઝ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ હતા જ્યારે શાળા પુરી થઈ હતી અને બાળકો પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે જ સમયે શાળાના ગેટની બાજુમાં આવેલા જર્જરિત મકાનની દિવાલ અચાનક બાળકો પર પડતાં એક મહિલા સહિત 5 વિદ્યાર્થીઓ દિવાલ નીચે દટાયા હતા. બાળકીને શાળાએ લેવા ગયેલી મહિલાને પણ ઘાયલ થઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર હોબાળો મચી ગયો હતો.

સ્થાનિક લોકોએ બાળકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. અહીં ડોક્ટરોએ ચાર વિદ્યાર્થીઓને મૃત જાહેર કર્યા છે, જ્યારે એક વિદ્યાર્થી અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ રીવાના સાંસદ જનાર્દન મિશ્રા, સ્થાનિક ધારાસભ્ય નરેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલ અને પોલીસ અધિક્ષક વિવેક સિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી લીધી હતી. રીવાના સાંસદ જનાર્દન મિશ્રા અને મંગવાના ધારાસભ્ય નરેન્દ્ર પ્રજાપતિએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે. આ દિવસોમાં વરસાદની મોસમ છે, દિવાલ જર્જરિત હતી અને તેના કારણે દિવાલમાં ભેજ આવી ગયો અને તે ખૂબ જ નબળી પડી ગઈ અને આ અકસ્માત થયો. 

આ સમાચાર શેર કરો