Video: વૃક્ષછેદનના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા ‘મહાતાંડવ’ પ્રદર્શન યોજાયું

સોર્સ: gstv

મહારાષ્ટ્રના કલ્યાણમાં ભીમાશંકરનાં જંગલોમાં કથિત વૃક્ષછેદનના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા મહાતાંડવ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ભગવાન શિવ, માતા કાળી અને રાક્ષસોના વેશમાં પ્રતીકાત્મક અગ્નિ નૃત્ય રજૂ કર્યું હતું. જંગલોમાં વૃક્ષો કાપવાના મુદ્દે કાર્યકરોએ વિરોધ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. કલ્યાણ-ડોંબિવલી યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જપજીત સિંહે સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત