મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લોહિયાળ બની, અમરાવતીમાં BJP MLAની બહેન પર છરીથી હુમલો

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થશે. આ પહેલા મહારાષ્ટ્રની ચૂંટણી લોહીયાળ બની છે. મહારાષ્ટ્રમાં અમરાવતીના ભાજપના ધારાસભ્યની બહેન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. અમરાવતી જિલ્લામાં પ્રતાપ અડસદની બહેન ઉપર બે વ્યક્તિઓએ કથિત રીતે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં તે ઘાયલ થયા હતા એવું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ચૂંટણી 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આવતીકાલે મતદાન, ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં સીલ
પ્રતાપ અડસદના તમામ અભિયાનો તેમની બહેન સંભાળે છે
ભાજપના મહાગઠબંધનના ઉમેદવાર ધારાસભ્ય પ્રતાપ અડસદની બહેન અર્ચનાતાઈ રોટે (અડસદ) પર સતેફલ નજીક છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રતાપ અડસદના તમામ અભિયાનો તેમની બહેન સંભાળે છે. તેઓ ગામડે ગામડે જઈને સવારથી સાંજ સુધી પ્રચાર કરી રહ્યા છે. જો કે આજે રાત્રે સાતથી આઠ અજાણ્યા શખ્સોએ સતેફળ ફાટક નજીક તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હતો.
અમરાવતીમાં નવનીત રાણા પર ફેકવામાં આવી હતી ખુરશીઓ
અમરાવતીમાં ભાજપના પૂર્વ સાંસદ નવનીત રાણાની એક સભામાં શનિવારે વિવાદ થયો હતો. આ દરમિયાન ભીડ ઉગ્ર બની હતી અને લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેકી હતી. યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં આયોજિત આ સભામાં કેટલાક લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેકી હતી.
NCP (શરદજૂથ)ના નેતા પર પથ્થરમારો
NCP (શરદ જૂથ)ના નેતા અનિલ દેશમુખ નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રના નરખેડથી ચૂંટણી સભા પૂરી કરીને કાટોલ શહેર તરફ આવી રહ્યા હતા, ત્યારે જલાલખેડા રોડ પર કોઈએ તેમની કાર પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારામાં અનિલ દેશમુખને માથામાં ઈજા થઈ હતી.

