મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી: 5 વાગ્યા સુધી 62.31% મતદાન, બંગાળમાં 75.66% કરતા વધુ વોટિંગ

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62.31% મતદાન થયું છે.

લોકસભા ચૂંટણી: 5 વાગ્યા સુધી 62.31% મતદાન, બંગાળમાં 75.66% કરતા વધુ વોટિંગ

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62.31% મતદાન થયું છે. જેમાં પ. બંગાળમાં સૌથી વધુ મતદાન નોંધવામાં આવ્યું છે.

5 વાગ્યા સુધીમાં પ. બંગાળમાં સૌથી વધુ મતદાન 

ચૂંટણી પંચે 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા પણ જાહેર કરી દીધા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં જ થયું છે. અહીં મતદાન ટકાવારીનો આંકડો 75.66% થઈ ગયો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. ત્યાં હજુ સુધી 35.75% જ મતદાન થયું છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ મતદારોનો ઉત્સાહ ઊંચો છે, જ્યાં 68.08% મતદાન થયું છે અને આ આંકડો ગમે ત્યારે તે 70 ટકાએ પહોંચી શકે છે. 

રાજ્ય

5 વાગ્યા સુધી મતદાન

આંધ્ર પ્રદેશ

68.04%

બિહાર

54.14%

જમ્મુ-કાશ્મીર

35.75%

ઝારખંડ

63.14%

મધ્યપ્રદેશ

68.08%

મહારાષ્ટ્ર

52.49%

ઓડિશા

62.96%

તેલંગાણા

61.16%

ઉત્તર પ્રદેશ

56.35%

પશ્ચિમ બંગાળ

75.66%

હૈદરાબાદમાં મતદાન દરમિયાન વિવાદ, બુરખો હટાવીને મહિલાઓના ચહેરાઓની ઓળખ કરવામાં આવી 

હૈદરાબાદની લોકસભા બેઠક પર ઓવૈસી અને ભાજપના ફાયરબ્રાન્ડ મહિલા ઉમેદવાર માધવી લતા ચૂંટણી લડી રહી છે. આ બેઠક વધુ ચર્ચામાં છે. જોકે અહીં તાજેતરમાં એક એવો વિવાદ સામે આવ્યો કે મતદાન વખતે બુરખો પહેરીને આવેેેલી મહિલાઓના ચહેરાની ઓળખ કરવા માટે તેમના ચહેરા પરથી બુરખા હટાવાયા હતા. જેનેે લઈને લોકોને વાંધો ઊઠાવ્યો હતો.    

લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કામાં 3 વાગ્યા સુધી 52.60 % મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 66.05 % મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં 29.93 % મતદાન થયું છે. આ પહેલા 1 વાગ્યા સુધી 40.32 % મતદાન થયું  હતું.11 વાગ્યા સુધી સરેરાશ 24.87 % મતદાન થયું હતું.  

3 વાગ્યા સુધી 52.60% મતદાન

રાજ્ય

ટકા મતદાન

આંધ્ર પ્રદેશ

55.49 %

બિહાર

45.23 %

જમ્મુ અને કાશ્મીર

29.93 %

ઝારખંડ

56.42 %

મધ્ય પ્રદેશ

59.63 %

મહારાષ્ટ્ર

42.35 %

ઓરિસ્સા

39.30 %

તેલંગાણા

52.34 %

ઉત્તર પ્રદેશ

48.41 %

પશ્ચિમ બંગાળ

66.05 %

આ સમાચાર શેર કરો