લોકસભા ચૂંટણી 2024 : લાલકૃષ્ણ અડવાણી, મનમોહન સિંહ અને મુરલી મનોહર જોશીએ ઘરેથી કર્યું મતદાન
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ ઘરેથી પોતાનો મત આપ્યો છે. દિલ્હી ચૂંટણી પંચે શનિવારે આ માહિતી આપી. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુરૂવારે વૃદ્ધ મતદારો અને દિવ્યાંગો માટે ઘર પર મતદાનની સુવિધા શરૂ કરી, જે 24 મે સુધી ચાલશે.
ચૂંટણી પંચના અનુસાર, સુવિધા શરૂ થવાના બીજા દિવસે શુક્રવારે દિલ્હીના તમામ સાત સંસદીય વિસ્તારોમાં 1409 મતદાતાઓએ ઘરેથી મતદાન કર્યું. પશ્ચિમી દિલ્હી ચૂંટણી ક્ષેત્રમાં સૌથી વધુ 348 ઘરેથી મત પડ્યા. જેમાં 299 વૃદ્ધ વ્યક્તિ હતા. ગુરૂવાર અને શુક્રવારે મળીને કુલ 2956 મતદાતાઓએ ઘરેથી મત આપ્યો.
અડવાણીએ શનિવારે પોતાનો મત આપ્યો
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ નવી દિલ્હી સંસદીય વિસ્તારમાં 17 મેના રોજ ઘરેથી મત આપ્યા. તો, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ગુરૂવારે પોતાનો મત આપ્યો. પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીએ શનિવારે પોતાનો મત આપ્યો.
પાંચમાં તબક્કામાં 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
લોકસભા ચૂંટણીના 5મા તબક્કાનો ચૂંટણી પ્રચાર શનિવારે સાંજે પડઘમ શાંત થઈ ગયો છે. આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે 20 મેના રોજ મતદાન થશે. આ તબક્કામાં 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.






