PM મોદી અને ખડગે વચ્ચે હળવી પળો, સંસદમાં દેખાતી ખટાશથી એકદમ અલગ જ દૃશ્ય!
આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે સંસદ પરિસરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે સંસદ પરિસરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : આંદોલનો વચ્ચે ભારતીય ખેડૂતોની આવકને ખુલ્લી પાડતો નાબાર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો
આ વિડિયોમાં બંને નેતાઓ એકબીજા સાથે હસી-હસીને વાત કરી રહ્યા છે. પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા સ્પીકર ઓમ બિરલા આ વીડિયોમાં જોઈ શકાય છે.
આ વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીનો હાથ પકડીને હસતા જોઈ શકાય છે. બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે અને વચ્ચે હસતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સંસદ પરિસરનો છે, જ્યાં 69માં મહાપરિનિર્વાણ દિવસના અવસર પર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકપ્રિય ખાન સરની થઈ ધરપકડ, ભીડમાંથી પકડ્યા, જાણો કારણ
કેમ ઉજવવામાં આવે છે મહાપરિનિર્વાણ દિવસ ?
ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિએ દર વર્ષે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા હતા. સ્વતંત્રતા પછી ભારતીય બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના તેઓ સાત સભ્યોમાંના એક હતા. 1990માં આંબેડકરને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાબા સાહેબ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં તેમના ઘરે અવસાન થયું હતું.








