Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'LG didn't use intelligence'; The Supreme Court took down the Lt. Governor of Delhi,

'એલજીએ બુદ્ધિનો પ્રયોગ જ ના કર્યો' ; સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજ્યપાલનો લીધો ઉધડો, આવું છે કારણ 

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2024
લાઇવ ટીવીGoogle News
'એલજીએ બુદ્ધિનો પ્રયોગ જ ના કર્યો' ; સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજ્યપાલનો લીધો ઉધડો, આવું છે કારણ 

સુપ્રીમ કોર્ટે ગઈકાલે દિલ્હીના ઉપરાજ્યપાલ (એલજી) વી.કે.સક્સેનાનો ઉધડો લઈ નાખ્યો અને તેમને ઝાટકતાં કહ્યું કે તમે દિલ્હી વિકાસ ઓથોરિટી તરફથી કોર્ટમાં લંબિત એક અરજી છતાં ચર્ચા-વિચારણાં કર્યા વગર જ સંરક્ષણ ક્ષેત્રમાં આવેલા વૃક્ષોને કાપવાની મંજૂરી કેવી રીતે આપી દીધી? 

App Store

ડિવિઝિન બેન્ચે ભારે રોષ વ્યક્ત કર્યો  

જસ્ટિસ અભય એસ.ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાંની બેન્ચે કોર્ટની મંજૂરી લીધા વગર વૃક્ષો કાપવાના ઉપરાજ્યપાલના પગલાં સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રોડ પહોળો કરવા માટેની યોજના માટે સંરક્ષિણ વન વિસ્તારમાં 1100 વૃક્ષોને કથિતરૂપે કાપી નાખવા મામલે ડીડીએના ઉપાધ્યક્ષ સામે સુઓ મોટો હાથ ધરી હતી અને અવગણનાની કાર્યવાહી મામલે સુનાવણી કરી હતી. 

સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું - અમને જણાવવાની જરૂર હતી... 

ટોચની કોર્ટે આ મામલે ઉપરાજ્યપાલની સંડોવણીને છુપાવવાના પ્રયાસોની પણ આકરી ટીકા કરી હતી અને કહ્યું કે સુનાવણીના પ્રથમ દિવસે જ અમને જણાવી દેવાની જરૂર હતી કે ઉપરાજ્યપાલે પહેલાથી જ વૃક્ષો કાપી નાખવા માટે નિર્દેશો જારી કરી દીધા હતા. 

એલજીએ બુદ્ધિનો પ્રયોગ જ ના કર્યો : સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉપરાજ્યપાલે તેમની બુદ્ધિનો પ્રયોગ જ ના કર્યો. તેમણે માની લીધું કે દિલ્હી સરકાર પાસે વૃક્ષ  અધિકારની સત્તા છે. આ દુઃખદ સ્થિતી છે કે જે કંઈ થઇ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમને પહેલા જ બતાવી દેવાની જરૂર હતી કે ઉપરાજ્યપાલે નિર્દેશ જારી કર્યા છે. આ દરમિયાન બેન્ચે ઉપરાજ્યપાલને તીખા સ્વરમાં સવાલ પૂછ્યો કે શું તમે પોતાની જાતને કોર્ટ માનો છો? કોર્ટે એવો પણ સવાલ કર્યો કે શું ડીડીએના અધિકારીઓએ તેમને જાણકારી આપી કે વૃક્ષો કાપવા માટે ટોચની કોર્ટથી મંજૂરી લેવી જરૂરી છે. જસ્ટિસ ઓકાએ કહ્યું કે મને લાગે છે કે ઉપરાજ્યપાલ પોતાની જાતને કોર્ટ માની રહ્યા છે.