મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તા થયા ગાયબ, વન વિભાગ દોડતું થયું

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાંથી બહાર નીકળીને 90 કિલોમીટર દૂર શ્યોપુર નજીક પહોં

VIDEO: મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તા થયા ગાયબ, વન વિભાગ દોડતું થયું

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાંથી બહાર નીકળીને 90 કિલોમીટર દૂર શ્યોપુર નજીક પહોંચેલો ચિત્તો ચાર દિવસ પછી શહેરમાં થઈને પાછો જંગલમાં ફર્યો છે. ખાસ વાત એ છે કે જંગલમાં પરત ફરતી વખતે ચિત્તો અડધી રાત્રે શહેરના રસ્તાઓ પર દોડતો કેમેરામાં કેદ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ચિત્તો 4 દિવસ ફરીને પાછો હવે કુનોના બફર ઝોનમાં પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ VIDEO: દિલ્હીના CM આતિશીની થઈ શકે છે ધરપકડ, કેજરીવાલે કર્યો મોટો દાવો

ગત શનિવારે કુનોની હદ છોડીને 90 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ ચિતો અગ્નિ શ્યોપુર શહેરને અડીને આવેલા ખેંગડા ગામમાં અને શહેરી હદમાં પોલીટેકનીક કોલેજ પાસે અમરલ નદીના કિનારે આવેલા ક્રશરથી થોડે દૂર આવ્યો હતો. અને છેલ્લા 4 દિવસથી અહીં તહીં ફરતો રહ્યો. ચિત્તાની દેખરેખ માટે ટ્રેકિંગ ટીમો 24 કલાક રોકાયેલી હતી.

દરમિયાન, મંગળવારની મોડી રાત્રે અને બુધવારે વહેલી સવારના સમયમાં શહેરના વીર સાવરકર સ્ટેડિયમ પાસે એક ચિત્તો દેખાયો. પછી અડધી રાત્રે જ શ્યોપુર શિવપુરી હાઈવે જવા નીકળ્યો. અને ચિત્તા સ્ટેડિયમ, કલેક્ટર કચેરી અને ઈકો સેન્ટર થઈને બવંડા નાળા સુધી રોડ પર દોડતો કેમેરામાં કેદ થયો હતો. ટ્રેકિંગ ટીમનું વાહન ચિતાની પાછળ જ રહ્યું.

બુધવારે ચિત્તા અગ્નિનું સ્થાન ભેલા ભીમ લાટ ગામ પાસે હોવાનું બતાવાઈ રહ્યું છે. આ  વિસ્તારથી સામાન્ય અને કુનો ફોરેસ્ટ ડિવિઝનનું બફર ઝોન જંગલ વિસ્તારને અડીને આવેલું છે. એવી અટકળો ચાલી રહી છે કે ચિત્તા હવે કુનોમાં પરત ફરશે.

જણાવી દઈએ કે, કુનો નેશનલ પાર્કના અગ્નિ અને વાયુ નામના બે ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા. આ બંને ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી કુનો લાવવામાં આવ્યા હતા અને 4 ડિસેમ્બરે ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા. બંને ચિત્તા સગા ભાઈઓ છે, જે હંમેશા સાથે રહે છે. અને સાથે મળીને શિકાર કરીને સાથે વહેંચીને ખાય છે. આ બંને ચિત્તા પહેલીવાર અલગ થયા હતા. બંને કુનોના રિઝર્વ ઝોનની બહાર જુદી જુદી દિશામાં ગયા હતા. હવે આશા છે કે બંને એકબીજાને શોધતા શોધતા ફરી કુનો સુધી પહોંચી જશે.

આ સમાચાર શેર કરો