મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘આ અંતિમ વોર્નિંગ’, સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઇના ભાઇએ લીધી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવાર સવારે 4.55 વાગ્યે ફાયરિંગ કરવામ

‘આ અંતિમ વોર્નિંગ’, સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઇના ભાઇએ લીધી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવાર સવારે 4.55 વાગ્યે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ સામે 2 બાઇક સવારોએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હવે સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇએ લીધી છે. હુમલાના દાવાને લઇને એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ દાવો કર્યો કે એક ગોળી સલમાન ખાનના ઘરની અંદરથી મળી છે.

હુમલાના દાવાને લઇને એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે,’અમે શાંતિ ઈચ્છીએ છીએ, જો જુલમ વિરુદ્ધ નિર્ણય યુદ્ધ દ્વારા આવે છે તો યુદ્ધ જ યોગ્ય છે. સલમાન ખાન અમે તમને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે. જેથી તમે અમારી શક્તિને સમજો’.

પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું કે આ પ્રથમ અને અંતિમ વોર્નિંગ છે. તે બાદ ગોળી ખાલી ઘરમાં નહીં ચાલે અને તમે જે દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માની રાખ્યા છે બાકી વધુ બોલવાની અમને ટેવ નથી. મહત્ત્વપૂર્ણ છે કે હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં બાઇક પર સવાર હુમલાખોરોને જોઇ શકાય છે. પોલીસ સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો