મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપે નવી પાર્ટીનું કર્યું એલાન, તમામ વિધાનસભા સીટો પર લડશે ચૂંટણી

બિહાર વિધાનસભા ચૂંટણી લડવા માટે વધુ એક નવી પાર્ટીની જાહેરાત થઈ છે. ચૂંટણી પંચે હજુ સત્તાવાર ચૂંટણીની

લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપે નવી પાર્ટીનું કર્યું એલાન, તમામ વિધાનસભા સીટો પર લડશે ચૂંટણી

બિહાર વિધાનસભા ચૂંટણી લડવા માટે વધુ એક નવી પાર્ટીની જાહેરાત થઈ છે. ચૂંટણી પંચે હજુ સત્તાવાર ચૂંટણીની જાહેરાત કરી નથી. પરંતુ સ્થાનિક લેવલે તમામ રાજકીય મોરચાઓ પોતપોતાની રીતે તૈયારીઓ આદરી દીધી છે. ત્યારે વધુ એક પાર્ટીની જાહેરાતથી બિહાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ નેતા અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેજપ્રતાપ યાદવની નવી પાર્ટીનું નામ 'જનશક્તિ જનતા દળ' છે. તેનું ચૂંટણી પ્રતીક 'બ્લેકબોર્ડ' છે. તેજ પ્રતાપ યાદવે તેમના સત્તાવાર X હેન્ડલ પર ચૂંટણી પ્રતીક સાથે નવી પાર્ટીનું પોસ્ટર લોન્ચ કર્યું હતું.

નવી પાર્ટી બિહારના વિકાસ માટે સમર્પિત
તેજપ્રતાપ યાદવે સોશિયલ મીડિયા X હેન્ડલ પર તેમની નવી પાર્ટીનું પોસ્ટર અપલોડ કરતા કેપ્શન આપ્યું હતું. જેમાં તેજપ્રતાપે લખ્યું કે, તેઓ અને તેમની પાર્ટી બિહારના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે સમર્પિત અને પ્રતિબદ્ધ છે. તેમનો અને તેમની પાર્ટીનો ધ્યેય બિહારમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાનો અને એક નવી વ્યવસ્થા નિર્માણ કરવાનો છે. જનશક્તિ જનતા દળ દ્વારા તેઓ બિહારના સર્વાંગી વિકાસ માટે લડશે અને આગામી ચૂંટણીઓમાં તેમના વિરોધીઓને કડક લડત આપશે. 

તેજ પ્રતાપ યાદવની જાહેરાતથી આરજેડીમાં ખળભળાટ

તેજ પ્રતાપ યાદવે લોન્ચ કરેલી નવી પાર્ટી 'જનશક્તિ જનતા દળ'ના પોસ્ટરમાં પાંચ મહાપુરુષોની તસવીરો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, રામ મનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ અને કર્પૂરી ઠાકુર. તેજપ્રતાપ યાદવે નવી પાર્ટીની જાહેરાત કરતા જ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)માં ખળભળાટ મચી ગયો છે. કારણ કે તેજ પ્રતાપ યાદવની નવી પાર્ટી તેજસ્વી યાદવને સીધી ચેલેન્જ છે, કારણ કે તેજસ્વી યાદવ ઇન્ડિયા ગઠબંધનનો મુખ્યમંત્રીપદનો ચહેરો છે.

આ સમાચાર શેર કરો