મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લાલુ પ્રસાદ યાદવે ચૂંટણી પંચના અધિકારીની પત્નીને જ આપી ટિકિટ, બિહારના રાજકારણમાં નવી ચર્ચા

બિહારના CGST કમિશનર અને ચૂંટણી પંચના નોડલ અધિકારી વિજય સિંહ યાદવના પત્ની ડૉ.કરિશ

લાલુ પ્રસાદ યાદવે ચૂંટણી પંચના અધિકારીની પત્નીને જ આપી ટિકિટ, બિહારના રાજકારણમાં નવી ચર્ચા

બિહારના CGST કમિશનર અને ચૂંટણી પંચના નોડલ અધિકારી વિજય સિંહ યાદવના પત્ની ડૉ.કરિશ્મા રાયને લાલુ પ્રસાદ યાદવે પરસાથી સિમ્બોલ આપ્યો છે. તે RJDના ઉમેદવાર હશે. ચૂંટણી પંચના ધ્યાનમાં આખી ઘટના આવતા જ અધિકારી ચોંકી ગયા છે.

મહત્ત્વપૂર્ણ છે કે વિજય સિંહ યાદવ આરાના રહેવાસી છે. એપ્રિલ 2025માં અલ્હાબાદમાં બદલી કરાવીને પટણા આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી પરસામાં પત્નીને ચૂંટણી લડાવવાની તૈયારીમાં હતા.કરિશ્મા તેજપ્રજાપ યાદવની સાળી અને પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી છે.

કરિશ્માએ શું લખ્યુ?

કરિશ્માએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ, 'હું RJDમાં કોઇ લાલચથી નથી આવી પણ તેજસ્વી અને તેજપ્રતાપના નેતૃત્ત્વમાં કામ કરવા આવી છું. દરેક રોલ નીભાવવા માટે તૈયાર છું. લાલુ પરિવાર મારા માટે પરિવાર સમાન છે.'

બિહારમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા તમામ પાર્ટીઓ પોત પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે. RJD સહિત મહાગઠબંધને હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી પણ સિમ્બોલ આપવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે રાધોપુરથી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.

બિહારમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી

બિહારમાં 6 અને 11 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો