મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લાલુ પરિવારને વધુ એક ઝટકો,  10 સર્ક્યુલર રોડનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા આદેશ

બિહારની નવી NDA સરકાર દ્વારા નવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જે અંતર્ગત ભૂતપૂર્વ મુખ્યમંત્ર

લાલુ પરિવારને વધુ એક ઝટકો,  10 સર્ક્યુલર રોડનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા આદેશ

બિહારની નવી NDA સરકાર દ્વારા નવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જે અંતર્ગત ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ ૧૦ સર્ક્યુલર રોડ ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે.વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે નવી સરકારે તેમને નવું નિવાસસ્થાન ફાળવ્યું છે. મકાન બાંધકામ વિભાગે હવે તેમને ૩૯ હાર્ડિંગ રોડ ખાતેનું નિવાસસ્થાન ફાળવ્યું છે. મકાન બાંધકામ વિભાગે આ અંગેનો આદેશ જારી કર્યો છે.

આ ફેરફાર લાલુ પરિવાર માટે ઝટકા સમાન છે. કારણ કે તે લાંબા સમયથી આ મકાનમાં રહેતા હતા. 2005માં નીતિશ કુમારની સરકાર સત્તામાં આવ્યા બાદ વર્ષ 2006થી લાલુ પરિવાર આ મકાનમાં રહે છે. જે અત્યાર સુધી યથાવત રહ્યું હતું. જોકે આ વખતે રચાયેલી નવી સરકારમાં લાલુ પરિવારનું નિવાસસ્થાન બદલાી જશે. નવી સરકારમાં ભાજપનું વર્ચસ્વ હોવાનો આ વાતથી સ્પષ્ટ સંકેત છે. 

ઔપચારિક પત્ર જારી

મંગળવારે મકાન બાંધકામ વિભાગે મંત્રીઓ અને બિહાર વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા માટે રહેઠાણો ફાળવ્યા. જે મુજબ હવે રાબડી દેવીને 39- હાર્ડિંગ રોડ ખાતે રહેઠાણ ફાળવવામાં આવ્યું છે. મકાન બાંધકામ વિભાગના સંયુક્ત સચિવ-કમ-રિયલ એસ્ટેટ અધિકારી શિવરંજને આ સંદર્ભમાં ઔપચારિક પત્ર જારી કર્યો છે.

આ ફેરફાર અંગે, ભાજપના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે જો રાબડી દેવીને 10 સર્ક્યુલર રોડ ખાતેનું તેમનું રહેઠાણ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, તો તેમણે તાત્કાલિક ખાલી કરી દેવું જોઈએ. ભાજપના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે તેમને આશા છે કે આ વખતે તેમના પરિવારના ટ્રેક રેકોર્ડથી વિપરીત કોઈપણ સરકારી મિલકત ચોરી કરશે નહીં કે નુકસાન પહોંચાડશે નહીં. તેઓ બાથરૂમનો નળ પણ ખોલશે નહીં, કારણ કે અમારી તેમના પર ચાંપતી નજર રહેશે.

આ સમાચાર શેર કરો