14 ફેબ્રુઆરીનો એ દિવસ... જ્યારે આખા દેશની આંખમાં હતા આંસુ, જાણો કેવી રીતે થયો હતો પુલવામા હુમલો
14 ફેબ્રુઆરી, 2019 એ એક એવી તારીખ છે જેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. પુલવામા આતંકવાદી હુમલાને ભલે 6 વર્ષ

14 ફેબ્રુઆરી, 2019 એ એક એવી તારીખ છે જેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. પુલવામા આતંકવાદી હુમલાને ભલે 6 વર્ષ થઈ ગયા હોય. પરંતુ તેની વેદના અને પીડા હજુ પણ લોકોના મનમાં તાજી છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નો કાફલો જમ્મુ-કાશ્મીરના શ્રીનગર-નેશનલ હાઈવેથી થઈને જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. દરમિયાન, અવંતીપોરાના ગોરીપોરા નજીક, કાફલામાં બસોની બાજુમાં એક વાહન પસાર થઈ રહ્યું હતું.
સેનાના જવાનો વારંવાર કાર સવારને કાફલાથી દૂર રહેવા માટે કહી રહ્યા હતા. પરંતુ કાર સવાર આ તેને અવગણી રહ્યો હતો. સૈનિકો કંઈ સમજે તે પહેલાં જ કાર કાફલામાં રહેલી બસ સાથે અથડાઈ ગઈ. જે બાદ એક મોટો વિસ્ફોટ થયો અને આ હુમલામાં 40 સૈનિકો વીરગતિ પામ્યા હતા.
આ હુમલો કેવી રીતે થયો અને ભારતે પછી શું કાર્યવાહી કરી અને ભારતીય સૈનિકોએ પાકિસ્તાનમાં બેઠેલા જૈશના આતંકવાદીઓને કેવી રીતે ઠાર કર્યા? ચાલો તમને પુલવામા હુમલાની આ વિગતો જણાવીએ.
14 ફેબ્રુઆરી, 2019ના રોજ થયો હતો હુમલો
શ્રીનગર નેશનલ હાઈવે પર અવંતીપોરાના ગોરીપોરામાં આતંકવાદીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. CRPF કાફલામાં 60થી વધુ લશ્કરી વાહનો હતા. આ વાહનોમાં લગભગ 2,547 સૈનિકો હાજર હતા. જે કાર વાહનો સાથે અથડાઈ હતી તે વિસ્ફોટકોથી ભરેલી હતી. કાર લશ્કરી બસો સાથે અથડાઈ કે તરત જ એક જોરદાર વિસ્ફોટ થયો.
આ વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો. તે દરમિયાન પુલવામાની આસપાસનું વાતાવરણ આગ અને ધુમાડાથી ઢંકાયેલું હતું. આ હુમલામાં 40 સૈનિકો વીરગતિ પામ્યા હતા.
જૈશ-એ-મોહમ્મદે જવાબદારી લીધી
અવંતીપોરામાં થયેલો આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘણી બસોને ભારે નુકસાન થયું હતું. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આતંકવાદીઓના આ કૃત્યથી ભારતીયોની આંખોમાં આંસુ આવી ગયા અને હવે બધાની નજર બદલો લેવા પર હતી.
પુલવામા હુમલા પછી, ભારતીય સેના અને ભારત સરકારે સાથે મળીને આતંકવાદીઓને પડકાર ફેંક્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "મારા હૃદયમાં એ જ આગ છે જે તમારા હૃદયમાં સળગી રહી છે." વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે દરેકના આંસુનો બદલો લેવામાં આવશે.
સર્જિકલ સ્ટ્રાઈક અને પાકિસ્તાન માટે એક પાઠ
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના બરાબર 12 દિવસ પછી, 25 ફેબ્રુઆરીની મોડી રાત્રે, ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં સેનાએ લગભગ 300 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
સરકારી દાવા મુજબ, વાયુસેનાના વિમાનોએ આ વિસ્તારમાં આતંકવાદી છાવણીઓ પર લગભગ એક હજાર કિલો બોમ્બ ફેંક્યા હતા. પાકિસ્તાનને આ કાર્યવાહી વિશે કોઈ જાણકારી નહોતી. આ હુમલાને બાલાકોટ એર સ્ટ્રાઈક નામ આપવામાં આવ્યું હતું.
વિંગ કમાન્ડર અભિનંદન
આ ઓપરેશન દરમિયાન, ભારતના મિગ-21 બાઈસન ફાઈટર એરક્રાફ્ટે પાકિસ્તાની F-16 ફાઈટર જેટને પણ તોડી પાડ્યું હતું. બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ભારતના મિગ-21 ફાઈટર પ્લેનને નુકસાન થયું હતું અને તે પાકિસ્તાનમાં પડી ગયું હતું અને તેમાં હાજર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. જોકે, અભિનંદન વર્ધમાનને 1 માર્ચ, 2019ના રોજ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા અને ભારત સરકારે અભિનંદન વર્ધમાનને 'વીર ચક્ર'થી સન્માનિત કર્યા હતા.








