કેજરીવાલને મોટો ઝટકો, 8 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારાઇ; મનીષ સિસોદિયાને પણ ના મળી રાહત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી રહી છે. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે કથિત લિકર કૌભાંડ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી રહી છે. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે કથિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. આ સિવાય કોર્ટે લીકર નીતિ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગના કેસમાં પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કવિતાની કસ્ટડી પણ 31 જુલાઇ સુધી વધારી દીધી છે.
જાણકારી માટે જણાવી દઇએ કે 25 જુલાઇએ અરવિંદ કેજરીવાલની કસ્ટડી સમાપ્ત થઇ રહી હતી. CBIએ દિલ્હીના મુખ્યમંત્રીની 26 જૂને ધરપકડ કરી હતી. કેજરીવાલ તિહાડ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહ્યાં હતા.
અરવિંદ કેજરીવાલની કસ્ટડી વધી
CBIએ દિલ્હીના મુખ્યમંત્રી પર કથિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મુખ્ય ષડયંત્રકર્તામાંથી એક હોવાનો આરોપ લગાવ્યો છે. એજન્સીએ દાવો કર્યો કે AAPના પૂર્વ મીડિયા પ્રભારી અને કેજરીવાલના નજીકના સહયોગી વિજય નાયર કેટલાક લીકર ઉત્પાદકો અને વેપારીઓ સાથે સંપર્કમાં હતો.
આ સિવાય CBIએ આરોપ લગાવ્યો હતો કે જૂન 2021થી જાન્યુઆરી 2022 સુધી હવાલા ચેનલ દ્વારા ગોવામાં 44.45 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા અને AAPના વિધાનસભા ચૂંટણી અભિયાનમાં ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ AAPને મળેલી 100 કરોડની લાંચમાંથી એક હતા, જેમ કે CBIએ પોતાની ચાર્જશીટમાં પણ જણાવ્યું હતું.








