Loksabha Election 2024:કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક!, મનોજ તિવારી સામે જ કન્હૈયા કુમારને કેમ આપવામાં આવી તક?
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આ

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સૌથી મોટું નામ કન્હૈયા કુમારનું છે જેમણે નોર્થ ઇસ્ટ દિલ્હીથી કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે. કન્હૈયા કુમાર ભાજપના મનોજ તિવારી વિરૂદ્ધ લોકસભા ચૂંટણી લડશે. હવે કન્હૈયા કુમાર જે છેલ્લા કેટલાક વર્ષોથી બિહારના રાજકારણમાં સક્રિય જોવા મળતા હતા તે ફરી એક વખત દિલ્હીમાં પરત ફર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો લગાવવામાં આવતી હતી કે કોંગ્રેસ કન્હૈયા કુમારને ફરી એક વખત દિલ્હીની કોઇ બેઠક પરથી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. હવે આ વાત પર મોહર લાગી ગઇ છે. દિલ્હીની નોર્થ ઇસ્ટ બેઠક પર કોંગ્રેસના કન્હૈયા કુમાર અને ભાજપના મનોજ તિવારી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક!
તમામના મનમાં એક સવાલ ઉભો થઇ રહ્યો છે કે કોંગ્રેસના આ દાંવ પાછળનું કારણ શું છે? કઇ રણનીતિ હેઠળ કન્હૈયા કુમારને પ્રથમ વખત દિલ્હીની બેઠક પર ઉતારવાનો નિર્ણય થયો છે. હવે અહીં આ સમજવું જરૂરી છે કે ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા વિસ્તાર જે છે તે યુપી સાથે જોડાયેલો છે અને અહીં બિહાર, હરિયાણાના મોટી સંખ્યામાં લોકો રહે છે. આ બેઠક પર પૂર્વાચલી વોટરોની સંખ્યા પણ નિર્ણાટક છે. આ કારણે ભાજપે મનોજ તિવારીને સતત ત્રીજી વખત અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મનોજ તિવારીએ અહીંથી જીત મેળવી હતી.
સમજવાની વાત આ છે કે મનોજ તિવારી એક મોટા પૂર્વાચલી ચહેરા છે અને આ સાથે સાથે ભોજપુરી સિનેમાને કારણે તેમની લોકપ્રિયતા પણ લોકો વચ્ચે ઘણી વધારે છે. હવે ભાજપે પોતાનો દાંવ ચાલી દીધો હતો પરંતુ તેના પર કોંગ્રેસે જોરદાર પલટવાર કરતા આ વખતે બિહારના જ એક જાણીતા ચહેરા કન્હૈયા કુમારને તક આપી છે.
હવે માત્ર પૂર્વાચલ વોટરોને કારણે જ કોંગ્રેસે કન્હૈયા કુમારને અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા નથી. સમજવાની વાત આ પણ છે કે નોર્થ ઇસ્ટ દિલ્હી ધ્રુવીકરણના હિસાબથી ઘણુ મહત્ત્વ ધરાવે છે. 2020ના દિલ્હીમાં જે રમખાણ થયા હતા તે પણ નોર્થ ઇસ્ટ વિસ્તારમાં જ આવે છે. આ વિસ્તારમાં સીલમપુર, મુસ્તફાબાદ, બાબરપુર અને કારગિલ નગર જેવા વિસ્તાર આવે છે જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી રહે છે જેનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે.
કન્હૈયા કુમારને નોર્થ ઇસ્ટ બેઠક પરથી તક આપવાનું એક કારણ એવું પણ છે કે તેમનું ભાષણ આપવાની ક્ષમતા જોરદાર છે. JNUમાં પણ તેમનો દરેક નારો, દરેક ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતો હતો. યુવાઓ વચ્ચે કન્હૈયા કુમારની લોકપ્રિયતા ઘણી હતી. હવે આ લોકપ્રિયતાને ફરી એક વખત અપનાવવાનો પ્રયાસ અહીં થઇ રહ્યો છે. કોંગ્રેસે એક લોકપ્રિય ચહેરા સામે બીજો લોકપ્રિય ચહેરો લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધો છે.








