મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જોધપુર બ્યુટીશિયન હત્યાકાંડ: 6 ટુકડામાં મળ્યો મૃતદેહ, માનેલા ભાઈએ જ 10 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધી

શ્રદ્ધા વાલકર મર્ડર કેસ પછી દેશમાં બનેલી ઘણી ઘટનાઓ આ હત્યા કેસ જેવી જ છે. હત્યા અને મૃતદેહોના ટુકડા કરવા

જોધપુર બ્યુટીશિયન હત્યાકાંડ: 6 ટુકડામાં મળ્યો મૃતદેહ, માનેલા ભાઈએ જ 10 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધી

શ્રદ્ધા વાલકર મર્ડર કેસ પછી દેશમાં બનેલી ઘણી ઘટનાઓ આ હત્યા કેસ જેવી જ છે. હત્યા અને મૃતદેહોના ટુકડા કરવાની ઘટનાઓ ધીમે ધીમે વધી રહી છે. રાજસ્થાનમાં પણ આવી જ ઘટના બની છે. સાંજ પડતાં જ મહિલા બ્યુટી પાર્લર બંધ કરી ઘરે જવા નીકળી હતી. પરંતુ મહિલા ઘરે પહોંચી ન હતી. છેલ્લા બે દિવસથી ગુમ થયેલી મહિલાની લાશ મળી આવી છે. પરંતુ એક મહિલાના શરીરના છ ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધા હતા.  

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં દિવાળી પૂર્વ સંધ્યાએ પેટ્રોલ સ્ટોરેજ રૂમમાં બ્લાસ્ટ, માતા અને બે પુત્ર સહિત 3ના મોત

રાજસ્થાનના જોધપુરમાં દિવાળી પહેલા એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ત્યાં એક મહિલાની હત્યા કરીને તેના મૃતદેહના 6 ટુકડા કરીને એક થેલામાં ભરીને 10 ફૂડ ઊંડા ખાડામાં દાટી દેવાયા. 50 વર્ષીય અનીતા ચૌધરી બ્યુટીશિયનનું કામ કરતી હતી, આ સાથે જ તે પ્રોપર્ટી ડીલિંગનો બિઝનેસ પણ કરતી હતી. ઘટના જોધપુરના બોરાનાડા વિસ્તારના ગંગાના ગામની છે. મહિલા ત્રણ દિવસથી ગાયબ હતી. પરિવાર દ્વારા ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તપાસ કરી રહી હતી. બુધવારે પોલીસને સફળતા મળી અને અનીતાનો મૃતદેહ જોધપુરના ગંગાના વિસ્તારમાં માટીની અંદર દટાયેલો મળ્યો.

શું છે સમગ્ર મામલો

મળતી માહિતી પ્રમાણે સરદારપુર વિસ્તારમાં રહેતી અનીતા ચૌધરી એક બ્યુટી પાર્લર ચલાવતી હતી. 27 ઓક્ટોબરે તેના પરિવારજનોએ સરદારપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે મહિલા અંગે શોધખોળ શરૂ કરી તો સીસીટીવી ફૂટેજમાં ટેક્સીમાં બેસીને તે જતી નજર આવી. જેથી ટેક્સી નંબરના આધારે ડ્રાઈવરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે મહિલાને મે ગંગાના વિસ્તારમાં છોડી હતી. પોલીસને એ જાણવા મળ્યું કે જે ઘરે ટેક્સી ડ્રાઈવર મહિલાને છોડી તે મહિલાના બ્યુટી પાર્લરની પાસે જ રફુની દુકાન ચલાવનાર ગુલામુદ્દીનનું મકાન હતું. ગુલામુદ્દીન ઘરે ન મળતાં પોલીસને શંકા થઈ.

ગ્રાઈન્ડરથી કર્યાં શરીરના ટુકડા

પરિવારજનોને જ્યારે કડકાઈથી પૂછવામાં આવ્યું તો ગુલામુદ્દીનના પરિવારે જણાવ્યું કે મહિલાની હત્યા કરીને તેનો મૃતદેહ ઘરની સામે જ 10 ફૂટ ઊંડા ખાડામાં છુપાઈને રાખવામાં આવ્યો છે. તે બાદ પોલીસે ગુલામુદ્દીનની પત્નીની ધરપકડ કરી લીધી. તે બાદ પોલીસે ઘરની સામે કરેલા ખાડામાંથી મૃતદેહને કાઢીને મોર્ચરીમાં રાખ્યો છે. મહિલાનું ગળું, બંને હાથ અને બંને પગ કપાયેલા હતા. પોલીસને મૃતદેહને જોઈને લાગ્યું કે ગ્રાઈન્ડરથી શરીરના ટુકડા કરવામાં આવ્યા હશે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

મૃતક મહિલા હત્યારાને ભાઈ માનતી હતી

મૃતક મહિલાના પુત્રનું કહેવું છે કે 'મારી માતાને વિશ્વાસમાં લઈને ગુલામુદ્દીન અને તેના પરિવારના લોકોએ ઘરે બોલાવી અને તેની હત્યા કરી દીધી. છેલ્લા ઘણા દાયકાથી ગુલામુદ્દીન સાથે પારિવારિક સંબંધ છે. ગુલામુદ્દીનને મારી માતા પોતાનો ભાઈ માનતી હતી.' 

આ સમાચાર શેર કરો