મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં દિવાળી પૂર્વ સંધ્યાએ પેટ્રોલ સ્ટોરેજ રૂમમાં બ્લાસ્ટ, માતા અને બે પુત્ર સહિત 3નાં મોત

દિવાળી પહેલા મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પેટ્રોલ સ્ટોરેજ રૂમમાં એક મોટી દુર્ઘટના થઈ છે.

મહારાષ્ટ્રમાં દિવાળી પૂર્વ સંધ્યાએ પેટ્રોલ સ્ટોરેજ રૂમમાં બ્લાસ્ટ, માતા અને બે પુત્ર સહિત 3નાં મોત

દિવાળી પહેલા મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પેટ્રોલ સ્ટોરેજ રૂમમાં એક મોટી દુર્ઘટના થઈ છે. પેટ્રોલ સ્ટોરેજ રૂમમાં બ્લાસ્ટથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. મૃતક એક જ પરિવારના સભ્યો છે. 

આ પણ વાંચોઃ મેક્સિકોમાં સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી, 12 લોકોના મોત

નવી મુંબઈના ઉલવેમાં બુધવારે (30મી ઓક્ટોબર) સાંજે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક જનરલ સ્ટોર અને એક મકાનમાં આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને એક ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે, 'મૃત્યુ પામેલાઓમાં બે બાળકો પણ સામેલ છે.'

બુધવારે સાંજે પેટ્રોલના ડ્રમ અને ગેલનમાં બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટોર રૂમમાં ડ્રમ અને ગેલનમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ એકઠું કરવામાં આવ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના થઈ અને ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.

અહેવાલો અનુસાર, નવી મુંબઈના ઉલવેમાં કરિયાણાની દુકાનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતા ત્રણ લોકોના મોત થયા છે.  સિલિન્ડર ફાટવાના કારણે દુકાનમાં આગ લાગી હતી. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રમેશ તરીકે ઓળખાતા દુકાનદારને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે તેમની પત્ની અને બે બાળકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસ અને ફાયર વિભાગ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો