મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચૂંટણી પંચ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યું આખું INDIA ગઠબંધન; જાણો અરજીમાં કયા દિગ્ગજોના નામ સામેલ!

રાજધાની દિલ્હીમાં વિપક્ષી INDIA ગઠબંધને ચૂંટણી પ્રક્રિયાના મુદ્દે સડક પરથી કાનૂની મોરચા સુધીનો મોટો આક્રમક રણનીતિક વળાંક લીધો છે. દિલ્હીમાં સંસદ પરિસરથી સુપ્રીમ કોર્ટ સુધી યોજાયેલી વિરોધ કૂચ બાદ વિપક્ષી ગઠબંધનના અગ્રણી નેતાઓ ખુદ દેશની સર્વોચ્ચ અદાલત પહોંચ્યા છે અને ચૂંટણી પંચ વિરુદ્ધ સત્તાવાર રીતે પિટિશન દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટ પહોંચેલા પ્રતિનિધિમંડળમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, NCP (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળે, કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી પક્ષોના અગ્રણી નેતાઓ રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનના નેતાઓએ ભારતીય ચૂંટણી પંચ (ECI) સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી આ અરજીમાં ગંભીર કાનૂની પગલું ભર્યું છે. અરજીમાં માત્ર ભારતીય ચૂંટણી પંચ જ નહીં, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર તેમજ અન્ય બે ચૂંટણી કમિશનરો—સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી—ને પણ વ્યક્તિગત તથા સત્તાવાર રીતે પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીઓની સમીક્ષામાં પારદર્શિતા જાળવવામાં આવી નથી, જેના કારણે લોકતાંત્રિક પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી આ સંયુક્ત કાનૂની લડાઈને કારણે દેશના રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો