Video: લુધિયાણાના નવા પોલીસ કમિશનર તરીકે સતિન્દર સિંહે ચાર્જ સંભાળ્યો

સોર્સ: gstv

પંજાબ સરકાર દ્વારા કરાયેલી બદલીઓ બાદ 2010 બેચના IPS અધિકારી સતિન્દર સિંહે લુધિયાણાના 25મા પોલીસ કમિશનર તરીકે વિધિવત કાર્યભાર સંભાળી લીધો હતો . કમિશનર કચેરી ખાતે પહોંચતા જ પોલીસ ટુકડી દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અગાઉ જલંધર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા સતિન્દર સિંહે સ્વપન શર્માનું સ્થાન લીધું હતું . ચાર્જ સંભાળ્યા બાદ તેમણે શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવાની પ્રાથમિકતા વ્યક્ત કરી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત