Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : “Object to the system or to the election results?”: 124 former IAS-IFS officers in the fray in support of the Election Commission, wrote an open letter!

"સિસ્ટમ સામે વાંધો છે કે ચૂંટણી પરિણામો સામે?": 124 પૂર્વ IAS-IFS અધિકારીઓ ચૂંટણી પંચના સમર્થનમાં મેદાનમાં, લખ્યો ખુલ્લો પત્ર!

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
"સિસ્ટમ સામે વાંધો છે કે ચૂંટણી પરિણામો સામે?": 124 પૂર્વ IAS-IFS અધિકારીઓ ચૂંટણી પંચના સમર્થનમાં મેદાનમાં, લખ્યો ખુલ્લો પત્ર!
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ભારતીય ચૂંટણી પંચ (ECI) સામે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા ગંભીર આક્ષેપો અને આંદોલનો વચ્ચે દેશના ૧૨૪ પૂર્વ IAS અને IFS અધિકારીઓ ચૂંટણી પંચના બચાવમાં આગળ આવ્યા છે. તેમણે દેશના નાગરિકોના નામે એક ખુલ્લો પત્ર લખીને મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનું જોરદાર સમર્થન કર્યું છે તથા પુરાવા વગર ગોટાળાના આરોપો લગાવનારાઓને આડે હાથ લીધા છે.

App Store

"જીતો ત્યારે સિસ્ટમ સાચી અને હારો ત્યારે ખોટી ન હોઈ શકે"

દેશવાસીઓને સંબોધિત પત્રમાં પૂર્વ રાજદ્વારીઓ અને નિવૃત્ત અમલદારોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "કોઈપણ સિસ્ટમ એવી ન હોઈ શકે કે જ્યારે તમે ચૂંટણી જીતો ત્યારે તે પ્રમાણિક બની જાય અને જ્યારે હારી જાઓ ત્યારે તેમાં ગેરરીતિ દેખાવા લાગે." અધિકારીઓએ યાદ અપાવ્યું હતું કે આ જ ચૂંટણી પંચ હેઠળ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ પણ અનેક રાજ્યોની ચૂંટણીઓ હાર્યો છે અને ૨૦૨૪માં લોકસભામાં પોતાની બહુમતી પણ ગુમાવી હતી.

બૂથ કેપ્ચરિંગના યુગની સરખામણી

પત્ર પર હસ્તાક્ષર કરનાર કુંવર સિબલ, આરવીએસ મણિ, અનિલ ત્રિગુણાયત અને દીપક વોહરા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, "અમે અમારું આખું જીવન ભારતમાં ચૂંટણીઓ કરાવી છે અથવા તેનો અભ્યાસ કર્યો છે. અમે મતદાર યાદી તૈયાર કરી, પોલિંગ પાર્ટીઓને તાલીમ આપી, સ્ટ્રોંગ રૂમ સીલ કર્યા અને મતગણતરીની દેખરેખ રાખી છે. અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. ચૂંટણીમાં ગેરરીતિ કેવી હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. અમે એ જમાનો જોયો છે જ્યારે બૂથ પર તમંચા, બાહુબલીઓના માણસો, બેલેટ બોક્સની ચોરી અને મતદારોને ભગાડી દેવાની ઘટનાઓ સામાન્ય હતી. તેનાથી વિપરીત આજે EVM, VVPAT અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા સાથે અત્યંત સુરક્ષિત ચૂંટણીઓ થાય છે."

મતદાર યાદીનું શુદ્ધિકરણ (SIR) કેમ જરૂરી?

SIR પ્રક્રિયાનો બચાવ કરતાં પૂર્વ અધિકારીઓએ જણાવ્યું કે મતદાર યાદી સુધારવી એ લોકશાહી માટે અનિવાર્ય છે. બિહારનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે SIR દ્વારા અંદાજે ૨૨ લાખ મૃત મતદારો અને ૭ લાખ ડુપ્લિકેટ એન્ટ્રી દૂર કરાઈ અને ૨૧.૫ લાખ નવા મતદારો ઉમેરાયા હતા. ભૂલોવાળી યાદી મતદારનું રક્ષણ કરતી નથી પરંતુ છેતરપિંડી કરનારાઓને મદદ કરે છે.

તેમણે અંતમાં કડક સવાલ કર્યો કે, "જો જે સિસ્ટમને તમે 'રિગ્ડ' કહો છો, તે જ સિસ્ટમથી તમે પણ ભૂતકાળમાં જીત્યા છો, તો તમારી જાતને પૂછો કે તમને વાસ્તવમાં સિસ્ટમ પર શંકા છે કે માત્ર ચૂંટણી પરિણામો પર?" અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી કે પુરાવા વગર કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપોથી દેશના લોકતાંત્રિક વિશ્વાસને ભારે ઠેસ પહોંચે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News