મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોંગ્રેસ સાંસદ બિમોલ અકોઈજમ સામે છેડતીના આરોપોને લઈ અમદાવાદમાં ઘમાસાણ, ભાજપ મહિલા મોરચાનો ઉગ્ર વિરોધ

Clash in Ahmedabad over molestation allegations against Congress MP Bimol Akoijam, BJP Mahila Morcha fiercely opposes | અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત કોંગ્રેસ

તસવીર: gstv

અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત કોંગ્રેસના મુખ્ય કાર્યાલય 'રાજીવ ગાંધી ભવન' બહાર આજે ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પ્રોફેસર અને કોંગ્રેસ સાંસદ અંગોમચા બિમોલ અકોઈજમ સામે વિદ્યાર્થીનીઓના કથિત જાતીય સતામણી (Sexual Harassment)ના લાગેલા ગંભીર આરોપોના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું.

ભાજપ મહિલા મોરચાના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા અને કોંગ્રેસ પક્ષ તેમજ સાંસદ વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલી મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે શિક્ષણ ક્ષેત્રે અને જાહેર જીવનમાં આવી ગંભીર ગેરરીતિઓ સામે કોંગ્રેસ પક્ષ મૌન સેવી રહ્યો છે અને પોતાના સાંસદ સામે તાત્કાલિક કડક પગલાં ભરવા જોઈએ.

સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઘટનાસ્થળે અગાઉથી જ સ્થાનિક પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસે બેરિકેડ્સ ગોઠવી પ્રદર્શનકારીઓને કોંગ્રેસ કાર્યાલયના મુખ્ય ગેટ તરફ આગળ વધતા અટકાવ્યા હતા. ભારે વિરોધ અને પોલીસ પહેરાને કારણે પાલડી વિસ્તારમાં થોડા સમય માટે વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

આ સમાચાર શેર કરો