મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુસ્લિમના ઘરે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જીદ, આ રાજ્યમાં થયો નવો વિવાદ

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એક નવો વિવાદ ઉભો થયો છે. ટિહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં એક મુસ્લિમના ઘરે

મુસ્લિમના ઘરે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જીદ, આ રાજ્યમાં થયો નવો વિવાદ

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એક નવો વિવાદ ઉભો થયો છે. ટિહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં એક મુસ્લિમના ઘરે ભક્તોના એકઠા થવા અને સામૂહિક નમાઝ અદા કરવાને લઈને હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો છે. તેમણે ધમકી આપી હતી કે તે શુક્રવારે તતેમના ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે. ધમકીભર્યો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હનુમાન ચાલીસાના પાઠ કરવાની ધમકી

બજરંગ દળ, વીએચપી અને રાષ્ટ્રીય હિંદુ શક્તિ સંગઠને ટિહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં એક ઘરના પરિસરમાં નમાઝ અદા કરવાના વિરોધમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની ધમકી આપી છે. ગુરુવારે, સ્થાનિક પ્રશાસને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંગઠનો તેમના નિર્ણય પર અડગ છે. વાસ્તવમાં મંગળવારે નરેન્દ્રનગરમાં એક ઘરના પરિસરમાં ખુલ્લામાં નમાઝ અદા કરવામાં આવી હતી. કેટલાક સંગઠનોએ આ અંગે વિરોધ કર્યો હતો.

આ મામલાને લઈને વિસ્તારમાં વધી રહેલા તણાવને જોતા નરેન્દ્રનગર એસડીએમ દેવેન્દ્ર સિંહ નેગીએ ગુરુવારે એક બેઠક યોજી હતી. જેમાં ઘરના પરિસરમાં નમાઝ અદા કરનાર પરિવારને બોલાવવામાં આવ્યા હતા અને તેમને આ અંગે સમજાવવામાં આવ્યા હતા. એસડીએમએ કહ્યું કે પરિવારે ખાતરી આપી છે કે તેઓ બહારથી લોકોને બોલાવશે નહીં અને કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરશે નહીં.

આ પણ વાંચો : સંભલમાં મસ્જિદ કે હરિહર મંદિર... વિવાદે રાજકીય રંગ લીધો, જાણો સમગ્ર મામલો

એસડીએમએ કહ્યું કે હનુમાન ચાલીસાના પાઠ કરવા સામે ચેતવણી આપનાર સંગઠનોના લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. દરમિયાન બજરંગ દળના અધિકારી નરેશ ઉનિયાલે જણાવ્યું કે શુક્રવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાંથી કેટલાક લોકો તે મુસ્લિમ પરિવાર સાથે ઝઘડો કરતા જોવા મળે છે.

આ સમાચાર શેર કરો