મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતની સ્વદેશી 'ભાર્ગવાસ્ત્ર' કાઉન્ટર સ્વોર્મ ડ્રોન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ, જાણો તેની વિશેષતાઓ

Bhargavastra: સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ (SDAL) એ ડ્રોનના હુમલાના

ભારતની સ્વદેશી 'ભાર્ગવાસ્ત્ર' કાઉન્ટર સ્વોર્મ ડ્રોન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ, જાણો તેની વિશેષતાઓ

Bhargavastra: સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ (SDAL) એ ડ્રોનના હુમલાના વધતા જતા ખતરાનો સામનો કરવા માટે સ્વદેશી બનાવટનું Bhargavastra તૈયાર કર્યું છે. ઓછી કિંમતના આ સ્વદેશી બનાવટના 'ભાર્ગવસ્ત્ર'નું સફળ પરિક્ષણ કરાયું છે. આ કાઉન્ટર ડ્રોન સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા માઇક્રો રોકેટનું ઓડિશાના ગોપાલપુરના સીવર્ડ ફાયરિંગ રેન્જમાં સખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણપણે સફળ રહ્યું હતું.

ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે ગોપાલપુર ખાતે રોકેટ માટે ત્રણ પરિક્ષણો કર્યા. 'ભાર્ગવાસ્ત્ર' એક પ્રકારની માઇક્રો-મિસાઇલ આધારિત કાઉન્ટર ડ્રોન સિસ્ટમ છે, જે નાના ડ્રોન અને ઉડતી મિસાઈલોને સેન્સિંગ કરીને તેનો નાશ કરી દે છે. 

  • આ સિસ્ટમ 6 કિલોમીટરની રેન્જ સુધી અસરકારક છે
  • એક સમયમાં 64થી વધુ ડ્રોનને તોડી પાડવા મિસાઈલ ફાયર કરી શકે છે.
  • નાના ડ્રોન અને ઉડતી મિસાઈલોને સેન્સિંગ કરીને તેનો નાશ કરી દે છે

મંગળવારે સેનાએ એક-એક રોકેટ છોડીને બે પરીક્ષણો કર્યા. એક પરીક્ષણ 2 સેકન્ડની અંદર સાલ્વો મોડમાં 2 રોકેટ ફાયર કરીને કરવામાં આવ્યું હતું. બધા રોકેટે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું છે. 

આ સમાચાર શેર કરો