મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અમે બારીકાઈથી અભ્યાસ કરી રહ્યા છીએ', ટેરિફ મુદ્દે અમેરિકી કોર્ટના નિર્ણય અંગે ભારતનું પહેલું નિવેદન

ટેરિફ મુદ્દે તાજેતરના યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ત્યારબાદ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા

'અમે બારીકાઈથી અભ્યાસ કરી રહ્યા છીએ', ટેરિફ મુદ્દે અમેરિકી કોર્ટના નિર્ણય અંગે ભારતનું પહેલું નિવેદન

ટેરિફ મુદ્દે તાજેતરના યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ત્યારબાદ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા પગલાંની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા હોવાનું ભારત સરકારે જણાવ્યું છે. જણાવી દઈએ કે, ગઈકાલે શુક્રવારે US સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફને "ગેરકાયદેસર" જાહેર કર્યા હતા.

આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સરકાર યુએસ ટેરિફ અને તેની સંભવિત અસર સંબંધિત વિકાસનો અભ્યાસ કરી રહી છે. મંત્રાલયે શુક્રવારના યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને આ સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સનો પણ ઉલ્લેખ કર્યો છે.

સરકાર દરેક નિર્ણયનો નજીકથી અભ્યાસ કરી રહી છે

મંત્રાલયે કહ્યું, "અમે ગઈકાલે (શુક્રવાર) ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણયની નોંધ લીધી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વિષય પર એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. અમેરિકન વહીવટીતંત્ર દ્વારા કેટલાક પગલાં જાહેર કરવામાં આવ્યા છે. અમે આ સમગ્ર ઘટના ક્રમો અને તેના પ્રભાવનો અભ્યાસ કરી રહ્યા છીએ.

આ સમાચાર શેર કરો