ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધન કરશે ખેલા! NDAના રાધાકૃષ્ણનની સામે આ નેતાને ઉતારી ચોંકાવી શકે
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું આપતાં હવે તેમના સ્થાને નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂંક માટ

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું આપતાં હવે તેમના સ્થાને નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂંક માટે ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ભાજપના નેતૃત્વ હેઠળ NDA ગઠબંધને સીપી રાધાકૃષ્ણનની પસંદગી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આ અંગે માહિતી આપી હતી. સીપી રાધાકૃષ્ણન હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. બીજી બાજુ I.N.D.I.A ગઠબંધને હજી સુધી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. પરંતુ વિપક્ષ ઇન્ડિયા બ્લોક તરફથી તમિલનાડુના રાજ્યસભા સાંસદ તિરુચી શિવાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતના રાજકારણને ધ્યાનમાં રાખીને વિપક્ષ I.N.D.I.A ગઠબંધને આ નિર્ણય લઈ શકે છે. તિરુચી શિવા પણ તમિલનાડુથી આવે છે, જ્યાંથી NDA એ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જો તેમનું નામ જાહેર કરવામાં આવે તો આ વખતે ઉપરાષ્ટ્રપતિ પદ દક્ષિણ ભારતમાં જવાનું નિશ્ચિત છે.
રાજ્યસભા સાંસદ તિરુચી શિવા ડીએમકેના વરિષ્ઠ નેતા છે. તેમને ડીએમકેના મહત્વપૂર્ણ રણનીતિકાર માનવામાં આવે છે. તેઓ સંસદમાં પાર્ટીની નીતિઓ નક્કી કરે છે. લાંબા સમયથી રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે પાર્ટીનો વ્યૂહાત્મક ચહેરો રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે ઘણી મહત્વપૂર્ણ સમિતિઓ અને વિષયોમાં ભૂમિકા ભજવી છે. તિરુચી શિવા ખાસ કરીને સામાજિક ન્યાય, સંઘીય માળખું અને રાજ્યના અધિકારોના મુદ્દાઓ પર ઘણું કામ કર્યું છે. જો ઇન્ડિયા ગઠબંધન તિરુચી શિવના નામની જાહેરાત કરે તો એ ચોક્કસ હશે કે વિપક્ષ તમિલનાડુની જમીનને ફ્રી કરવા નથી માંગતો.






