મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અદાણીની ધરપકડ કરવામાં આવે, PM મોદી દર વખતે તેમને બચાવે છે'- રાહુલ ગાંધી

'If investigated.. ', Congress attacks against Adani issued in US | કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત બિઝનેસમેન ગૌતમ અદાણી

'અદાણીની ધરપકડ કરવામાં આવે, PM મોદી દર વખતે તેમને બચાવે છે'- રાહુલ ગાંધી

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત બિઝનેસમેન ગૌતમ અદાણી પર પ્રહાર કર્યા છે. અમેરિકામાં લાંચકાંડને લઇને વિવાદમાં ઘેરાયેલા ગૌતમ અદાણીને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે, અમેરિકાની એજન્સીઓએ તેમને રંગે હાથ પકડ્યા છે પરંતુ ભારતમાં તેમના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી થતી નથી. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ગૌતમ અદાણીની ધરપકડ કરવી જોઇએ. રાહુલ ગાંધીએ PM મોદી પર અદાણી સાથે સાંઠગાંઠનો પણ આરોપ લગાવ્યો છે.

'CM 10-15 કરોડમાં જેલમાં જાય છે પણ અદાણી 2000 કરોડમાં પણ બહાર'- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું, "નરેન્દ્ર મોદીજીએ નારો આપ્યો હતો કે એક હૈ તો સેફ હૈ. ભારતમાં અદાણીજી અને મોદીજી એક હે તો સૈફ હૈ. ભારતમાં અદાણીજીને કોઇ કંઇ કરી શકતું નથી. એક મુખ્યમંત્રી 10-15 કરોડના આરોપમાં જેલમાં જતા રહે છે પરંતુ અદાણીજી 2 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને પણ બહાર છે."

અદાણીની ધરપકડ કરવામાં આવે- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, 'અમેરિકામાં તેમને ક્રાઇમ કર્યો છે, 2 હજાર કરોડ રૂપિયાનું સ્કેમ છે. જો ભારતમાં અદાણીજીનું કોઇ કંઇ કરી શકતું નથી. અદાણીજીની ધરપકડ કરવી જોઇએ. માધવી બુચને હટાવવા જોઇએ અને તેમની તપાસ કરવી જોઇએ. વડાપ્રધાન આ વ્યક્તિને 100 ટકા બચાવી રહ્યાં છે. આ વ્યક્તિ ભાજપનો સપોર્ટ કરે છે. અમારી JPCની માંગ છે. અમે કહેવા માંગીએ છીએ કે અદાણીજીની ધરપકડ કરવી જોઇએ.'

મહત્ત્વપૂર્ણ છે કે, અદાણી ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર ન્યૂયોર્કની કોર્ટમાં લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. હવે આ સમગ્ર મામલે કોંગ્રેસે PM મોદીને ઘેર્યા છે. 

કોંગ્રેસે PM મોદી પર પ્રહાર કર્યા

કોંગ્રેસે લખ્યું કે જ્યારે આ મામલાની તપાસ શરૂ થઈ ત્યારે તપાસને રોકવા માટે ષડયંત્ર પણ ઘડવામાં આવ્યું હતું. હવે અમેરિકામાં અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પાર્ટી કહે છે કે તે વિચિત્ર છે... કોંગ્રેસ સતત અદાણી અને તેની સાથે જોડાયેલા કૌભાંડોની તપાસ કરવાની વાત કરી રહી છે, પરંતુ નરેન્દ્ર મોદી પોતાની તમામ શક્તિથી અદાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોંગ્રેસે આગળ લખ્યું કે કારણ સ્પષ્ટ છે - જો અદાણીની તપાસ થશે તો દરેક કડી નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી હશે.

ગૌતમ અદાણી લાંચ અને છેતરપિંડીનો આરોપ 

અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં ગૌતમ અદાણી સહિત સાત લોકો પર 265 મિલિયન ડોલર (લગભગ 2250 કરોડ રૂપિયા)ની લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગૌતમ અદાણી સહિત આ સાત લોકો પર આગામી 20 વર્ષમાં $2 બિલિયનના સોલાર પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ મેળવવા માટે અધિકારીઓને $265 મિલિયનથી વધુની લાંચ આપવાનો આરોપ છે.

આ પણ વાંચો : અદાણી વિરૂદ્ધ અમેરિકામાં 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જાણો શું છે ઘટના?

ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સે આક્ષેપ કર્યો હતો કે ગૌતમ અદાણી અને અન્ય લોકોએ અમેરિકન રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરતી વખતે ખોટું બોલ્યા હતા. ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી અને ભૂતપૂર્વ MD-CEO પર અમેરિકન કાયદાનો ભંગ કરવાનો આરોપ છે.

આ મામલે JPC દ્વારા તપાસ થવી જોઈએ: મનીષ તિવારી

આ બાબતે કોંગ્રેસના સીનિયર નેતા અને ચંદીગઢના સાંસદ મનીષ તિવારીએ ઉદ્યોગપતિ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સમાચારની લિંક શેર કરીને લખ્યું હતું કે, 'ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય અધિકારીઓ પર ભારતીય સરકારી અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવા અને તેને અમેરિકન રોકાણકારોથી છુપાવવાનો આરોપ છે. આથી આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા તપાસ થવી જોઈએ.'

આ સમાચાર શેર કરો